Site icon Revoi.in

કેન્દ્રનો મહત્વનો નિર્ણયઃ- પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અપાશે Z + શ્રેણીની સુરક્ષા

Social Share

દિલ્હીઃ- દેશના ઉચ્ચ સ્થાપન પર કાર્યભાર સંભાળતી હસ્તીઓને કેન્દ્ર દ્રારા અલગ અલગ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હોય છે ત્યારે હવે કેન્દ્રની સરકારે આ શ્રેણીમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે પૂર્વ રાષ્ટ્રીયપતિ રામનાથ કોવિંદની સુરક્ષામાં વધારો કરાયો છે

કેન્દ્રએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને Z+ શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, 76 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સશસ્ત્ર સુરક્ષા આપવામાં આવશે. તેમની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવશે. સીઆરપીએફના પીઆઈપી સુરક્ષા કમાન્ડો યુનિટ તેમની સુરક્ષાની જવાબદારી સંભાળશે.ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ પૂરો થયો. તેમના સ્થાને દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની ભલામણના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હાલમાં જ સુરક્ષાને મંજૂરી આપી હતી. સીઆરપીએફએ પણ 5 સપ્ટેમ્બરથી જવાબદારી સંભાળી લીધી છે. પૂર્વ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનની સુરક્ષા પણ હવેથી સીઆરપીએફના જવાનોની જવાબદારી રહેશે.