Site icon Revoi.in

ત્રિપુરાની સરકારનો મહત્વનો નિર્ણય – રાજ્યના 8 જીલ્લાઓના 75 ગામો સ્વતંત્રતા સેનાનીના નામથી ઓળખાશે

Social Share

 

અગરતલાઃ- ત્રિપુરાની સરકારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે જે અનુસાર સ્વતંત્ર સેનાનીઓને સન્માન મળવા જઈ રહ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના 75 ગામો હવે સ્વતંત્ર સેનાનીના નામેથી ઓળખાશે. ત્રિપુરા સરકારે રાજ્યના 75 સરહદી ગામોને નામ આપવાનો નિર્ણય કર્યો છે.

જાણકારી અનુસાર જે ગામોને નામની નવી ઓળખ મળવાની છે તે ગામો ખાસ રીતે જાણીતા છે જેને લઈને  આ નામ દેશની આઝાદીની ચળવળ દરમિયાન બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

માહિતી અને સાંસ્કૃતિક બાબતોના સચિવ પીકે ચક્રવર્તી એ આ બબાતે જણાવ્યું હતું કે  કઆઠ જિલ્લાના 75 ગામોના નામ બદલવામાં આવશે. આ ગામોને જિલ્લા સ્તરીય સમિતિઓ દ્વારા ઓળખવામાં આવશે. પ્રશાસને રાજ્યના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનની યાદી તૈયાર કરી લીધી છે.નામ બદલવા ઉપરાંત, પસંદ કરેલા ગામોમાં 75 સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે અને તેમના પરિવારના સભ્યોનું સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે.

આજરોજ રવિવારે આપવામાં આવેલી માહિતી પ્રમાણે નામ બદલવાનો પ્રોજેક્ટ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે દેશ આ વર્ષે તેની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. દેશની આઝાદીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરવાનો કાર્યક્રમ જુલાઈમાં શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે.