Site icon Revoi.in

વેક્સિનના બન્ને ડોઝ લઈચૂકેલા લોકો માટે ખાસ – બૂસ્ટર ડોઝ માટે નહી કરાવવું પડે રજીસ્ટ્રેશન

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસો વધી રહ્યા છે તો બીજી તરફ નવા વેરિેન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે  આરોગ્ય કર્મચારીઓ, મુખ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 10 જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. બૂસ્ટર ડોઝ માટે લોકોએ અલગથી નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં. જેમણે કોવિડ રસીના બંને ડોઝ લીધા છે તેઓ સીધી મુલાકાત લઈ શકે છે અથવા રસીકરણ કેન્દ્ર પર જઈને રેસી લઈ શકે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે,આ બાબતનું શિડ્યુલ આવતીકાલે એટલે કે 8 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. જ્યારે આજથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શરૂ થઈ જશે. તે જ સમયે, ઓનસાઇટ એપોઇન્ટમેન્ટ સાથે 10 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે. જે સરકારે બૂસ્ટર વેક્સિનને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

સરકારે આ બાબતને લઈને બુધવારે કહ્યું કે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવનાર કોવિડ-19 રસીની સાવચેતીનો ડોઝ પ્રથમ બે ડોઝ જેટલો જ હશે.

બીજી તરફ આ મામલે નીતિ આયોગના સદસ્ય  વીકે પોલે જણાવ્યું હતું કે જેમણે કોવિશિલ્ડના પ્રથમ બે ડોઝ લીધા છે તેઓને કોવિશિલ્ડ રસી આપવામાં આવશે અને જેમણે કોવેક્સિન લીધી છે તેમને કોવેક્સિન જ આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રસીના મિશ્રણથી સંબંધિત નવી માહિતી, વિજ્ઞાન અને ડેટા પર પણ નજર રાખવામાં આવી રહી છે.