Site icon Revoi.in

અકસ્માતમાં તાત્કાલિક સારવાર મળે તે દિશામાં મહત્વનું કાર્યઃ- રેલ્વે ટ્રેક અને નેશનલ હાઈવે પર બનાવાશે હેલિપેડ

Social Share

દિલ્હીઃ-આપણા દેશમાં જે રીતે વસ્તી વધારો છે તે રીતે રોડ પર અને રેલ્વે ટ્રેક પર અકસ્માતની ઘટનાો દિવસેને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે સરકાર પમ આ બાબતને લઈને ચિંતિત છે, ત્યારે હવે માર્ગ પરિવહન મંત્રાલયે અક્સમાતને પહોંચી વળવા માટે એક રસ્તો શોધ્યો છે. જેના થકી ઈજાગ્ર્સતને તાત્કાલિક ટૂંક સમયમાં સારવાર આપી શકાશે તે પણ ટ્રાફિક અડચણ વિના જ.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે રેલ્વે ટ્રેક અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હેલિપેડ બનાવીને ઘાયલોને તાત્કાલિક હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવાની યોજના સાકાર થવા જઈ રહી છે. આ સંદર્ભે સંસદીય સમિતિએ કેન્દ્ર સરકારને રેલ્વે અને હાઈવે પ્રોજેક્ટના ડીપીઆરમાં હેલિપેડ બનાવવા માટે જમીનની ઓળખની જોગવાઈ કરવા જણાવ્યું છે. આ સિવાય સમિતિએ સુરક્ષા અને સુરક્ષા પર કોર ગ્રુપ અને સબ-કમિટીની રચના કરવાની ભલામણ કરી છે, જેમાં વિશ્વના અગ્રણી નિષ્ણાતોને સામેલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સમિતીના આ આદેશને સ્વિકારતા મોટા પાયે હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવા શરૂ થઈ શકે છે.પરિવહન, પ્રવાસન પરની સંસદીય સ્થાયી સમિતિએ ગયા મહિને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રેલવે ટ્રેકની પાસે હેલિપેડ બનાવવાની ભલામણ કરી હતી. જેથી હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ ઈમરજન્સી લેન્ડિંગ કરી શકે અને કુદરતી આફત, રેલ-રોડ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ શકે.ત્યારે હવે તે દિશામાં કાર્ય આગળ વધતું જોવા મળી રહ્યું છે.

ટ્રેઝરી અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી-કોલકાતા, દિલ્હી-મુંબઈ, દિલ્હી-જમ્મુ, દિલ્હી-દહેરાદૂન, દિલ્હી-ભોપાલ, લખનૌ-મુંબઈ, કોલકાતા-ચેન્નઈ, મુંબઈ-કોલકાતા વગેરે મુખ્ય રેલવે ટ્રેક અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હેલિપેડ બનાવવાની યોજના ધરાવે છે.સંસદીય સમિતિએ તમામ સમિતિઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના બ્લેક સ્પોટ શોધવા અને તેને સુધારવાની જવાબદારી પણ સોંપી દીધી છે. આ સાથે જ આદેશ આપ્યા છે કે નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટર-ચીફ એન્જિનિયરને સબ-કમિટીમાં સામેલ કરવામાં આવે. જેથી હાઇવે પર બ્લેક સ્પોટના કારણે થતા માર્ગ અકસ્માતો અટકાવી શકાય.

ઉલ્લેખનીય છે કે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગયા મહિને હેલિકોપ્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે નવી હેલિકોપ્ટર નીતિ બહાર પાડી હતી. જેમાં હાઈવેની સાઈડમાં હેલીપેડ બનાવી ઈજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની યોજનાનો પણ સમાવેશ થાય છે

 

 

Exit mobile version