Site icon Revoi.in

અમેરિકામાં ઈમરાનખાનનો “આલાપ”, ભારત સાથે વાતચીત બહાલ કરાવવા માટે ટ્રમ્પને કરીશ રાજી

Social Share

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા ઈમરાનખાને કાશ્મીરને લઈને પોતાનો જૂનો રાગ આલાપ્યો છે. તેમણે ન્યૂયોર્કમાં કાઉન્સિલ ફોર ફોરેન રિલેશનને સંબોધિત કરતા કહ્યુ છે કે ઓછામાં ઓછું કાશ્મીરમાંથી કર્ફ્યૂ હટવો જોઈએ. તેમણે કહ્યુ છે કે તે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં દુનિયાના દેશોને અપીલ કરશે કે તેઓ ભારત સરકાર પર કર્ફ્યૂ હટાવવા માટે દબાણ નાખે. ઈમરાન અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સોમવારે રાત્રે મુલાકાત થવાની છે.

ઈમરાનખાને આરોપ લગાવ્યો છે કે કાશ્મીરમાં માનવાધિકારોનું હનન થઈ રહ્યું છે અને ત્યાં મોટી સંખ્યામાં સેનાની તેનાતી કરવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે કાશ્મીરની પરિસ્થિતિથી પ્રાદેશિક સુરક્ષાને ખતરો પેદા થઈ ર્હયો છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યુ છે કે આવી પરિસ્થિતિમાં વાતચીત કેવી રીતે શક્ય થઈ શકે છે. તેમણે કહ્યુ છે કે કાશ્મીરના મુદ્દા પર ભારત કોઈ ત્રીજા દેશની મધ્યસ્થતા ઠુકરાવતું આવ્યું છે અને તેને દ્વિપક્ષીય મુદ્દો ગણાવી દે છે. પરંતુ જ્યારે અમે કાશ્મીર પર વાતચીત કરવા ઈચ્છીએ છીએ,તો તૈયાર થતા નથી.

ઈમરાનખાને મોદી સરકાર પર દેશમાં આરએસએસનો એજન્ડા ચલાવવાનો આરોપ લગાવતા કહ્યુ છે કે પાકિસ્તાનને લઈને કડક વલણ અપનાવવાની ભાજપની નીતિ રહી છે અને ત્યાં સમગ્ર ચૂંટણી પાકિસ્તાનની વિરુદ્ધ દુષ્પ્રચાર કરીને જ લડવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે ચૂંટણી વખતે ભારત કડક રહ્યું અને પુલવામા આતંકી હુમલા માટે તાત્કાલિક પાકિસ્તાનને દોષિત ઠેરવ્યું હતું. તેમણે કહ્યુ છે કે તેના પછી ભારત સરકારે કાશ્મીર પર નિર્ણય લીધો કે જે સંયુક્ત રાષ્ટ્રમાં વિવાદીત જમીન છે.

ઈમરાનખાને કહ્યુ છેકે બંને દેશ પરમાણુ શક્તિ છે અને તેવામાં કંઈપણ થઈ શકે છે. એ કારણ છે કે હું સંયુક્ત રાષ્ટ્રમાં આ મુદ્દો ઉઠાવવા જઈ રહ્યો છું. તેમણે કહ્યુ છે કે હું રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીત બહાલ કરાવવા માટે રાજી કરીશ. ઈમરાને કહ્યુ છે કે ભારત મટે મારા દિલમાં સમ્માન છે અને મને હાલના સમયે પાકિસ્તાનથી વધારે ભારતની ચિંતા છે, કારણ કે ભારત યોગ્ય દિશામાં જઈ રહ્યું નથી. આ ગાંધી-નહેરુનું ભારત રહ્યું નથી અને હિંદુત્વની રાજનીતિ ત્યાં હાવી થતી જઈ રહી છે, જેમણે ગાંધીની હત્યા કરી હતી.

તેમણે કહ્યુ છે કે આતંકવાદનો ખાત્મો પાકિસ્તાનનો મુખ્ય એજન્ડા છે અને અમ આ કામને ભારતના દબાણમાં કરી રહ્યા નથી. તેમણે કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાનની સમસ્યાઓ એક જેવી છે અને આપણે સાથે મળીને ગરીબી સામે લડવાનું છે. ઈમરાને કહ્યુ છે કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનની સેના દરેક પગલે સરકારની સાથે છે.