Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટેનો મહત્વનો ચુકાદોઃ છૂટાછેડા માતા-પિતાના થાય, બાળકોના નહી, સંતાનોની જબાવદારીમાંથી છટકી શકાશે નહી

Social Share

દિલ્હીઃ મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં એક કેસનો ચૂકાદો આપવામાં આવ્યો હતો જેમાં કોર્ટે પત્નીને છૂટાછેટા આપવાની મંજૂરી આપી હતી, જો કે આ સાથે જ મહત્વની વાત જણાવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું હતં કે છૂટાથેડા માતા પિતાના થાય છે બાળક સાથે છૂટાછેડા થઈ શકે નહી.

કોર્ટએ એક હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપાર સાથે જોડાયેલા મુંબઈના આ વ્યક્તિને  4 કરોડ રૂપિયા જમા કરાવવા માટે 6 સપ્તાહનો સમય આપ્યો છે. અદાલતે આ સાથે જ સંવિધાનના અનુચ્છેદ 142 હેઠળ વર્ષ 2019થી અલગ રહેતા દંપતીને સહમતી સાથે છૂટાછેડા પર મહોર લગાવી છે.

જો કે પહેલા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની ખંડપીઠે સુનાવણી વખતે વકીલે કોરોના મહામારીમાં વેપારને નુકસાન થયુ છે તેમ જણાવ્યું હતું  અને પૈસા આપવા માટે વધુ સમય માંગ્યો, જો કે કોર્ટે આ દલીલને યોગ્ય ગણાવી નહોતી,કારણ કે આ કેસનું પૈસા આપવાનું અને છૂટાછેડાનું સમાધાન 2019 માં થયું હતું અને તે સમયે કોઈજ મહામારી નહોતી .

આ બાબતને લઈને કોર્ટ સખ્ત વલણ અપનાવતા જણાવ્યું હતુ કે, તમે તમારી પત્નીને છૂટાછેડા આપી શકો છો, એમ બેન્ચે જણાવ્યું હતું. પરંતુ તમે તમારા બાળકોને છૂટાછેડા આપી શકતા નથી, કારણ કે બાળકને તમે જન્મ આપ્યો હોય છે.તેની જવાબદારી તમારી બને છે, જેથી તમારે તમારી પત્નીને સમાધાનની રકમ  અવશ્ય પણે આપવી જ પડે,આપવી પડશે, જેથી કરીને તે રકમથી  તે પોતાની અને સગીર બાળકોનું ભરણ પોષણ કરી શકે.