Site icon Revoi.in

ઘઉંના વધતા ભાવને કાબુમાં રાખવાની તૈયારી,સરકારે વેચાણકર્તાઓ માટે સ્ટોક લિમિટ ઘટાડી

Social Share

દિલ્હી: ઘઉંની વધતી કિંમતોને રોકવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. વાસ્તવમાં, ઘઉંના ભાવમાં થયેલા વધારા વચ્ચે સરકારે ગુરુવારે ઘઉંના વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને મોટા ચેઇન રિટેલરો પરની સ્ટોક મર્યાદા 3,000 ટનથી ઘટાડીને 2,000 ટન કરી છે. આ પગલું તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

આ નિર્ણયની જાહેરાત કરતા ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે, “ભાવમાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખીને અમે સ્ટોક મર્યાદાની સમીક્ષા કરી છે અને આજથી વેપારીઓ, જથ્થાબંધ વિક્રેતાઓ અને મોટા રિટેલ ચેઇન વિક્રેતાઓ માટે સ્ટોક મર્યાદા ઘટાડીને 2,000 ટન કરી છે.”

3 મહિના પહેલા 3 હજાર ટનની સ્ટોક લિમિટ લાદવામાં આવી હતી

ત્રણ મહિના પહેલા 12 જૂને, સરકારે આ ઘઉંના વેપારીઓ પર માર્ચ 2024 સુધી 3,000 ટનની સ્ટોક મર્યાદા લાદી હતી.

હવે સ્ટોક મર્યાદા ઘટાડીને 2,000 ટન કરવામાં આવી છે કારણ કે સરકારે નોંધ્યું છે કે NCDEX પર ઘઉંના ભાવ છેલ્લા એક મહિનામાં ચાર ટકા વધીને રૂ. 2,550 પ્રતિ ક્વિન્ટલ થયા છે.

દેશમાં ઘઉંની પૂરતી ઉપલબ્ધતા

ચોપરાએ જણાવ્યું હતું કે,  દેશમાં ઘઉંની પૂરતી ઉપલબ્ધતા હોવા છતાં મને લાગે છે કે કેટલાક તત્વો એવા છે જેઓ કેટલીક કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.