Site icon Revoi.in

દિલ્હીમાં 24 કલાકમાં જ 20 હજારથી વધુ કેસ સામે આવ્યા, સકારાત્મકતા દર વધીને 19.60 ટકા પર પહોચ્યો

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના આંકડો વધી રહ્યો છે ત્યારે દિલ્હીમાં સતત કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે. દિલ્હી દેશભરમાં સૌથી વધુ કેસો આવતા શહેર તરીકે ઊભરી આવ્યું છે,ત્યારે વિતેલા દિવસે આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન દ્રારા કહેવામાં આવ્યું હતું કે આજે 20 હારને પાર કેસો આવી શકે છે ત્યારે હવે બન્યું પણ એવું જ છે છેલ્લા 24 કલાકમાં અહી નોંધવામાં આવેલા કેસોની સંખ્યા 20 હજારને પાર છે

શનિવારે, દિલ્હીમાં કોરોના સંક્રમણના 20 હજાર 181 નવા કેસ નોંધાયા હતા અને સાત દર્દીઓના મોત પણ થયા હતા જ્યારે સંક્રમણ દર વધીને 19.60 ટકા થયો હતો. આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. 2જી મેના રોજ રાજધાનીમાં કોરોનાના 407 દર્દીઓના મોત થયા હતા જ્યારે સંક્રમણના 20 હજાર 394 કેસ નોંધાયા હતા. અને સંક્રમણ દર 28.33 ટકા હતો.

આ પ્રાપ્ત ડેટા અનુસાર, એક દિવસ પહેલા 1 લાખ 2 હજાર 965 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં 79 હજાર 946 આરટી-પીસીઆરનો સમાવેશ થાય છે જ્યારે બાકીના ઝડપી એન્ટિજેન પરીક્ષણો સામેલ છે. અંદાજે 1 હજાર 586 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે. જેમાંથી 375 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર હાલમાં છે. આ 375 દર્દીઓમાંથી 27 વેન્ટિલેટર પર છે. દિલ્હીમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 48 હજાર 178 છે. તેમાંથી 25 હજાર 909 હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

આ સાથે જ ઓમિક્રોનનો ખતરો પર જોવા મળી રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં દિલ્હીની અંદર ઓમિક્રોનના 48 નવા દર્દીઓ સામે આવ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા વધીને 513 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ઓમિક્રોનના વધતા કેસોના સંદર્ભમાં દિલ્હી બીજા ક્રમે છે.