Site icon Revoi.in

ગુજરાતમાં આજે રવિવારે 225 કેન્દ્રો પર ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે, 60 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે

Social Share

અમદાવાદઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની મુખ્ય પરીક્ષા આજે તા. 25મીને રવિવારે અમદાવાદ સહિત કેન્દ્રોમાં લેવાશે. આ પરીક્ષામાં 60,000 ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રિલિમ પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થી આજે મુખ્ય પરીક્ષા આપશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં  રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી TET-2ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં આ પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આપી હતી, જેમાથી 15.76 ટકા એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા હતાં. રાજ્યના 8 મહાનગરોમાં કુલ 900થી વધુ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. TET-2ની પરીક્ષામાં 2,65 હજાર 791 ઉમેદવારો ગુજરાતી માધ્યમના, 6 હજાર 113 ઉમેદવારો અંગ્રેજી માધ્યમના અને 4 હજાર 162 ઉમેદવારો હિન્દી માધ્યમના હતા. કુલ ઉમેદવારમાંથી અંદાજે 96 ટકા ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપી હતી. હવે આજે તા. 25મીને રવિવારે ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે. પરીક્ષા શાંતિપૂર્ણરીતે લેવાય તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડે દ્વારા તમામ તૈયારીઓ રૂર્ણ કરી દેવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ટેટની મુખ્ય પરીક્ષા આજે રવિવારે લેવાશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. રાજ્યભરમાંથી પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ 60 હજાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપશે.રાજ્યમાં કુલ 225 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા તારીખ 23 એપ્રિલના રોજ લેવાઈ હતી જેનું પરિણામ 15 જૂનના રોજ જાહેર કરાયું હતું. (file photo)

Exit mobile version