Site icon Revoi.in

ગુજરાતમાં સ્વદેશ દર્શન યોજના હેઠળ રૂ. 179.68 કરોડના 3 પરિયોજનાને મળી મંજૂરી

Social Share

દિલ્હીઃ ગુજરાતમાં ‘તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક, વિરાસત સંવર્ધન અભિયાન’ હેઠળ રાષ્ટ્રીય મિશન અંતર્ગત કુલ રૂ. 105.56 કરોડના 3 પરિયોજનાઓને મંજૂર કરવામાં આવી. તેમ પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ આજે લોકસભામાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન સ્થળોની ઓળખ, પ્રોત્સાહન અને વિકાસ મુખ્યત્વે રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનની જવાબદારી છે. પર્યટન મંત્રાલય તેની યોજના ‘સ્વદેશ દર્શન’ અંતર્ગત માળખાકીય વિકાસને લગતા વિષયોના પ્રોજેક્ટ્સને મંજૂરી આપે છે. પ્રોજેક્ટ્સ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્ર સાથે પરામર્શમાં વિકાસ માટે ઓળખવામાં આવે છે અને ભંડોળની ઉપલબ્ધતા, યોગ્ય વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ પ્રસ્તુત કરવા, યોજના માર્ગદર્શિકાઓનું પાલન અને અગાઉ બહાર પાડવામાં આવેલા ભંડોળના ઉપયોગ વગેરેને મંજૂર કરવામાં આવે છે.

પ્રવાસન મંત્રાલયે સ્વદેશ દર્શન યોજના હેઠળ રૂ. 179.68 કરોડની કુલ રકમના 3 પ્રોજેક્ટ અને ગુજરાત રાજ્યમાં ‘યાત્રાધામ કાયાકલ્પ અને આધ્યાત્મિક, વિરાસત સંવર્ધન અભિયાન પર રાષ્ટ્રીય મિશન અંતર્ગત કુલ રૂ. 105.56 કરોડના 03 પ્રોજેક્ટ મંજૂર કર્યા છે.

Exit mobile version