Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પોતાના ઈરાદાને અંજામ આપે તે પહેલા જ ઝડપાયા,પૂંછમાં હથિયારો અને માદક દ્રવ્યો સાથે 3ની અટકાયત

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર ટકેલી હોય છે તેઓ અહીંની શઆંતિને ભંગ કરવાના સતત પ્રયત્નમાં લાગેલા હોય છે જો કે સેના અને પોલીસના સહયોગથી કેચલાક આતંકીઓ પોતાના નનાપાત ઈરાદાઓને અંજામ આપે તે પહેલા જ ઝડપી લેતા હોય છે ત્યારે આજરોજ જમ્મુ કાષ્મીરના પૂંછમાંથી આવા જ ત્રણ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત જામકારી પ્રમાણે કાશ્મીરના પુંછ જિલ્લામાં આજરોજ  સેનાના જવાનોએ એકે-56 જેવા ઘાતક હથિયારો સાથે ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. ત્રણેય આતંકવાદીઓ એલઓસી પર કરમાડા સેક્ટરમાં દેશમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને ઝડપી પડાયા હતા.

તેઓને ઘુસમ ખોરી કરતા જોઈને સેના એ તાત્કાલિક  કાર્યવાહી કરી હતી જેમાં ત્રણેય આતંકીઓ  ઘાયલ થયા હતા. સેનાએ તેમના પાસેથી હેરોઈન જેવા શંકાસ્પદ માદક દ્રવ્યો પણ જપ્ત કર્યા છે.

મળતી વિગત અનુસાર સેનાના જવાનોને સરહદ પર શંકાસ્પદ હલન ચલન થવાના સંકેત મળતા જ જવાબી કાર્યવાહી કરતા તેઓએ ઝડપથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઘાયલ થયા છે.

સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છેર સેનાને આશંકા છે કે કેટલાક વધુ આતંકવાદીઓ સરહદ પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી શકે છે.જેને લઈને સીમા પર સુરક્ષા વધારવામાં આવી છે અને ખાસ નજર રાખવામાં આવી રહી છે.

સેનાએ પકડી પાડેલા ત્રણ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પ્રાપ્ત થયા છે, ત્રણેય આતંકવાદીઓ પાસેથી એકે-56 રાઈફલ, એક મેગેઝીન, 10 ગોળીઓ, 2 પિસ્તોલ, ચાર મેગેઝીન, 70 ગોળીઓ, છ ગ્રેનેડ, હેરોઈન જેવા નશીલા પદાર્થના 20 પેકેટ અને પ્રેશર કૂકરમાં શંકાસ્પદ આઈઈડી વિસ્ફોટકો મળી આવ્યા છે.એવું લાગી રહ્યું છે કે આ ત્રણેય આતંકીઓ કોી મોટી ઘટનાને અંજામ આપવાના ફિરાકમાં હતા જો લકે તેઓ પોતાના ઈરાદાઓ પૂર્ણ કરે તે પહેલા જ સેનાના જવાનોએ તેઓને ઝડપી લીધા છે.