Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં સેનાએ 24 કલાકમાં 3 એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને કર્યા ઠાર

Social Share

 

શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીર પ્રદેશમાં આતંકીઓની નજર હંમેશા હોય છે તે અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહે છે ત્યારે સેનાો પણ આતંકીઓના નાપાક ઈરાદાઓને અંજામ આપવામાં નિષ્ફળ બનાવે છે.

ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ISJK આતંકવાદી રફીક અહેમદ અને પોલીસ સહાયક સબ-ઇન્સ્પેક્ટર અશરફ અહેમદની હત્યામાં સામેલ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ નિષ્ણાત સહિત પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આ સાથે જ શોપિયામાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના સભ્યો હતા અને પુલવામાના ત્રાલમાં માર્યા ગયેલા IED નિષ્ણાત અંસાર ગઝવત-ઉલ હિંદનો આતંકી હતો. છેલ્લા 24 કલાકમાં સેનાએ મેચી સફતા પ્રાપ્ત કરી લીધી છે.5 આતંકીઓનો ખાતમો કર્યો છે.

માર્યા ગયેલા આતંકીઓ  પાસેથી ચાર એકે રાઈફલ, ચાર એકે મેગેઝિન અને 32 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ પહેલા શુક્રવારે, સુરક્ષા દળોએ કુલગામના રહેવાસી શહઝાદ સેહને મારી નાખ્યો હતો, જે અનંતનાગના બિજબિહારામાં ભાજપના પાંચ નેતાઓની હત્યામાં સામેલ એવા હિઝબુલ આતંકવાદી હતો. આ રીતે સુરક્ષા દળોને છેલ્લા 48 કલાકમાં છ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે.