Site icon Revoi.in

કબીર સિંહમાં શાહિદ કપૂરની કો-સ્ટાર નિકિતા દત્તાને થયો કોરોના

Social Share

મુંબઈઃ દેશમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હવે બોલિવૂડના અસંખ્ય સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કેટરિના કૈફ,વિકી કૌશલ પછી હવે આ વાયરસનો નવો શિકાર બોલિવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા બની છે. ચાહકોએ નિકિતાને કબીર સિંહ ફિલ્મમાં જોઈ હતી. અભિનેત્રીને આ ફિલ્મથી જ એક ઓળખ મળી છે.

શાહિદ કપૂર સાથે કબીર સિંહમાં જોવા મળેલી નિકિતા આજકાલ ચર્ચાઓમાં છે.ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ અભિનેત્રી નિકિતાએ પોતાને હોમ કવોરેનટાઇન કરી દીધી છે. નિકિતા સિવાય તેની માતા પણ કોરોનાની ચપેટમાં આવી ચુકી છે.

જો વર્કફ્રન્ટની વાત કરીએ તો નિકિતા દત્તા ટૂંક સમયમાં અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં નિકિતા અભિષેક બચ્ચનની પત્નીની ભૂમિકા નિભાવતી જોવા મળશે.

Exit mobile version