Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં બળાત્કારની ખોટી ફરિયાદ કરનારી મહિલાને કોર્ટે કસુરવાર ઠરાવી

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના રાજગઢમાં 13 વર્ષ પહેલા મહિલાએ ચાર શખ્સો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જો કે, કોર્ટની સુનાવણી દરમિયાન મહિલાએ દુષ્કર્મ મુદ્દે ફેરવી તોળ્યું હતું. એટલું જ નહીં જમીન વિવાદને લઈને કેસ કર્યો હોવાની કબુલાત કરી હતી. જેથી કોર્ટે ચારેય આરોપીઓને મુક્ત કર્યાં હતા. તેમજ મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે મહિલાને કસુરવાર ઠરાવીને 10 વર્ષની સજા રૂ. 2 હજારના દંડનો આદેશ કર્યો હતો.

કેસની હકીકત અનુસાર મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં લગભગ 13 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2008માં મહિલાએ જીરાપુર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ રેપની ફરિયાદ કરી હતી. આ મામલામાં કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલા પોતાના આરોપમાંથી પલ્ટી ગઈ હતી. તેની ફરિયાદનું કારણ જમીન વિવાદ ગણાવ્યું હતું. કોર્ટે મહિલાને પોતાનો પક્ષ રાખવા માટે બે વાર મોકો આપ્યો. જો કે, મહિલાએ રેપની ઘટનાને લઈને ના પાડતી રહી. મહિલાએ દુષ્કર્મની વાત નકાર્યા બાદ આરોપીઓને દોષ મુક્ત કરવાામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિલા પર ખટલો ચલાવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણીના અંતે કોર્ટે આરોપી મહિલાને 10 વર્ષની સજા ફરમાવી હતી. તેમજ રૂ. બે હજારનો દંડ ફટકાર્યો હતો.