Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર – સર્વદળની મળેલી બેઠકમાં સીએમ ઉદ્વવ ઠાકરે એ કહ્યું, લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી

Social Share

મુંબઈ – મહારાષ્ટ્રમાં  ખૂબઝ ઝડપથી રીતે વધી રહેલા કોરોનાના સંક્રમણને  ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં 8 થી 15 દિવસ માટે કડક લોકડાઉન લાદવાની તૈયારી કરી છે. શનિવારના રોજ સર્વપક્ષીય બેઠકમાં તેમણે આ વાતનો સંકેત આપ્યો હતો.વિતેલા દિવસે યોજાયેલી આ બેઠકમાં લોકડાઉન અંગે તમામ પક્ષના નેતાઓ સહમત થયા હતા.જો કે, લોકડાઉનના નિર્મય અંગે ભાજપે ઉતાવળ ન કરતા લોકડાઉન લાદવાની ના કહી હતી અને કામદાર વર્ગ માટેનું પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.

આ મામલે ગઈકાલે સર્વપક્ષીય નેતાઓ સાથે અઢી કલાક ચાલેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું ,કે કોરોનાના સંક્રમણની ગતિને જોતા હવે રાજ્યમાં લોકડાઉન  લગાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. કોરોનાની ચેન તોડવા માટે ઓછામાં ઓછું 8 દિવસનું કડક લોકડાઉન કરવું આવશ્યક છે

મુખ્યમંત્રીએ કહ્યું કે, કડક  પાબંધિઓમાં છૂટ નહી આપી શકાય,તેમણે કહ્યું કે શનિવારની બેઠક વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ માટે ખાસ બોલાવવામાં આવી છે. વિપક્ષના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.

આ ક્ષણે, કોઈપણ રીતે કોરોના સંક્રમણને વધુ ફેલાવાતું રોકવા માટેની આ અમારી પ્રાથમિકતા છે. જો આપણે જનભાવના અને અને કોરોના કટોકટી વચ્ચેની આ લડાઇમાં જીતવી છે, તો આપણે થોડી ધીરજ રાખવી પડશે. તેમણે તમામ રાજકીય પક્ષોને સરકારના નિર્ણયના સમર્થન માટે અપીલ કરી છે. તે જ સમયે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પીડબ્લ્યુડી મંત્રી અશોક ચૌહાણે કહ્યું કે કોરોના દર્દીઓના આંકડા ચિંતાજનક છે. હવે ત્યાં ઠોસ નિર્ણય લેવાની જરૂર છે.

વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે લોકડાઉનથી જેની આજીવિકાને અસર થતી હોય  તેમની મદદ માટે વિચારણા થવી જોઇએ. આ વ્યવસ્થા વગર જો લોકડાઉન કરાશે તો  વિદ્રોહ થશે. તેથી જ લોકોની ભાવનાને માન આપવું પડે છે.આ માટે દેવું કરવું પડે તો પણ લોકડાઉનથી પ્રભાવિત જરૂરિયાતમંદોને મદદ કરવી જોઇએ. તેમણે કહ્યું, કોરોના પર રાજકારણ ન થવું જોઈએ.

સાહિન-