Site icon Revoi.in

પાકિસ્તાનમાં મોંધવારીનો માર, વીજળી બિલમાં ભારે વઘારો થતા લોકો રસ્તા પર વિરોઘમાં ઉતર્યા

Social Share

દિલ્હીઃ-  પાકિસ્તાનમાં હાલ ચારેતરફ મોંઘવારીનો માર ચાલી રહ્યો છે ત્યારે હવે વિજળી બીલને લઈને પણ વિવાદ સર્જાયો છો લોકો હવે વિદળીના વઘતા બિલનો વિરોઘ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. કારણ કે અહીં મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે.

આખા દેશમાં મોંઘવારીને લઈને હોબાળો છે. ઓગસ્ટની શરૂઆતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીમાં શરૂ થયેલા વીજળીના ભાવમાં વધારો સામે વિરોધ હવે આખા દેશમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયો છે. અહીં હજારો લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘણા શહેરો અને નગરોમાં વિરોધ પ્રદર્શનો હિંસક બની ગયા છે.