Site icon Revoi.in

પાલિતાણામાં ગિરીરાજ શેત્રૂંજય પર છ ગાઉંની યાત્રામાં દેશ-વિદેશથી અનેક જૈનો ઉમટી પડ્યાં,

Social Share

પાલિતાણાઃ જૈનોના તિર્થક્ષેત્ર એવા પાલીતાણા ખાતે ફાગણસુદ તેરસની પરંપરાગત છ ગાઉની યાત્રા-મેળો યોજાયો હતો. છ ગાઉંની યાત્રાનું જૈન સમાજમાં મહાત્મ્ય હોવાથી દેશ-વિદેશથી મોચી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શાશ્વત ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રાનો  વહેલી સવારે તળેટીથી જય જય આદીનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો,

પાલિતાણામાં ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રામાં  મોટી સંખ્યમાં શ્રાવક-શ્રાવિકાઓ સાધુભવંતો, સાધ્વીજી ભગવંતો જોડાયા હતા. સિદ્ધવડ ખાતે પાલમાં 80 હજાર કરતા વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા હતા. આ છ ગાઉની યાત્રા પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી. ભક્તિભાવ અને હર્ષોલાસના ઉછંળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના-મોટા સહુને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ, જય પાલીતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. આકસ્મિક સંજોગોને પહોચી વળવા માટે 108 ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. પાલમાં ખોવાયેલ કે ગુમ થયેલ વ્યક્તિ માટે સતત એલાઉન્સ માટેની વ્યસ્થા પણ કરવામાં આવી છે. આ રીતે છ ગાઉની યાત્રા પૂરી થાય છે. છ ગાઉની આ પ્રદક્ષિણાનો રસ્તો અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે.

પાલિતાણામાં છ ગાઉંની યાત્રા દરમિયાન સુરક્ષાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મોબાઈલ સર્વેન્સની બે ટીમો બનાવીને યાત્રામાં ફેરી કરતા તમામ રિક્ષા ચાલકોને યુનિક નંબર આપવામાં આવ્યા હતા, યાત્રામાં ડ્રોનથી સર્વેન્સ કામગીરી પણ કરાવામાં આવી હતી.  1 DYSP, 4 PI, 18 PSI, 176 પોલીસ કર્મી, 7 મહિલા પોલીસ, 22 ટ્રાફીક જવાનો, 134 હોમગાર્ડ, 118 GRD, 17 વોકી ટોકી સ્ટાફ, 4 માઉન્ટેન (ઘોડેસવાર) પોલીસ, 6 મોટર સાઈકલ પોલીસ સહિત લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.