Site icon Revoi.in

ગુજરાતમાં માસ્ક મુદ્દે પોલીસ એકશનમાં, એક સપ્તાહમાં રૂ. 5.57 કરોડનો દંડ વસુલાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે. તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવા સરકાર દ્વારા અનેક વખત અપીલ કરવામાં આવી છે. તેમ છતા અનેક લોકો માસ્ક પહેવાનું ટાળે છે. દરમિયાન પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારાઓ અને જાહેરમાં થુંકનારાઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે એક જ સપ્તામાં 56 હજારથી વધારે લોકોને ઝડપી લઈને તેમની પાસેથી 5.57 કરોડનો દંડ વસુલ્યો હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ માસ્ક મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ માસ્ક નહીં પહેરનારા લોકો પાસે કોવિડ કેર સેન્ટરમાં સેવા કરાવવા માટે પણ નિર્દેશ કર્યો હતો. જો કે, હાઈકોર્ટના આદેશ સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા માસ્ક અને જાહેરમાં થુંકતા લોકો સામે લાલઆંખ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિવિધ માર્ગો ઉપર ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક નહીં પહેરનારા અને જાહેરમાં થુંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક જ સપ્તાહમાં પોલીસે લગભગ 56 હજારથી વધારે લોકોને પકડીને તેમની પાસેથી રૂ. 5.57 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. તેમજ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓને ઝડપી લેવા માટે કવાયત વધુ તેજ બનાવવામાં આવી છે.