Site icon Revoi.in

રાજસ્થાનમાં કોંગ્રેસે મહિલાઓ માટે ગૃહ લક્ષ્મી ગેરંટી યોજના અને 500 રૂપિયાથી 1.04 કરોડ પરિવારોને ગેસ સિલિન્ડર આપવાનો કર્યો વાયદો

Social Share

જયપુર ઃ આગામી મહિનામાં દેશના 5 રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છએ અનેક રાજ્યોએ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીઘી છએ તો સાથએ જ દરેક પાર્ટી આ ચૂંટણીમાં પોતાની જીત માટે એડી ચૌંટીનું જોર લગાવતી જોવા મળી રહી છએ ત્યારે ખાસ કરીને કોંગ્રેસ રાજસ્થાનમાં ફરી પોતાની સરકાર બનાવવા મથામણ કરી રહી છએ જે સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંઘી આજે રાજસ્થાનની મુલાકાતે પહોંચ્યા હતા.

પ્રિયંકા ગાંધી આજે રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના પ્રવાસે હતા. પ્રિયંકા ગાંધીએ ઝુંઝુનુના અરાદાવતા ગામમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શીશરામ ઓલાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પ્રતિમા અનાવરણ સમારોહ પછી આયોજિત જાહેર સભા સંબોગિ હતી.
આ સભા સંબોઘતા દરમિયાન, બુંદીના પૂર્વ ધારાસભ્ય મમતા શર્મા અને ધોલપુરના પૂર્વ ધારાસભ્ય શોભરાણી કુશવાહા સાથે વિકાસ ચૌધરી કિશનગઢ અને સુમિત શર્મા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધી હતી.

પ્રાપ્તત માહિતી પ્રમાણે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આજે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં પાસુ ફેક્યું  છે. અરાદાવતા, ઝુનઝુનુમાં યોજાયેલી પ્રિયંકા ગાંધીની જાહેર સભામાં કોંગ્રેસે જો સરકારનું પુનરાવર્તન થશે તો રાજ્યમાં વધુ બે ગેરંટી આપવાની જાહેરાત કરી છે.

જાણકારી પ્રમાણે  આ  જાહેરાત અંતર્ગત કર્ણાટકની તર્જ પર રાજસ્થાનમાં મહિલાઓ માટે ગૃહ લક્ષ્મી ગેરંટી યોજના લાગુ કરવાની અને 500 રૂપિયાથી 1.04 કરોડ પરિવારોને ગેસ સિલિન્ડર આપવાનો રાજ્યની જનતાને વાયદો કરવામાં આવ્યો હતો. ગૃહ લક્ષ્મી યોજના હેઠળ દરેક મહિલાને દર વર્ષે 10,000 રૂપિયા મળશે.