Site icon Revoi.in

રાજકોટમાં રિક્ષાચાલકે બસમાં ઘૂંસીને સિટી બસના ચાલકને મારમારતા ડ્રાઈવરો કર્યો ચક્કજામ

Social Share

રાજકોટઃ શહેરના ત્રિકોણ બાગ નજીક સિટી બસના ચાલકે રિક્ષાને બસ સ્ટેન્ડથી દુર રોડ સાઈડ પર પાર્ક કરવાનું કહેતા રિક્ષાચાલક અને સિટીબસના ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી. દરમિયાન રિક્ષાચાલકે બસમાં ઘૂંસીને બસના ડ્રાઈવરને મારમાર્યો હતો, આ બાબતની જાણ થતાં શહેરના સિટીબસના ડ્રાઈવરો એકાએક હડતાળ પર ઉતરી જતાં ચક્કાજામ સર્જાયો હતો. દરમિયાન એ-ડિવિઝન પોલીસ દોડી આવી હતી. અને સિટી બસના ડ્રાઈવરને ફરિયાદ કરવાની સલાહ આપીને હડતાળ સમેટી લેવા સમજાવટ કરી હતી. આ કારણે લગભગ અડધો કલાકમાં હડતાળ સમેટી લેવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ત્રિકોણ બાગ નજીક  સિટી બસના ડ્રાઈવરે રિક્ષા ચાલકને સાઈડમાં રહેવાનું કહેતા રિક્ષાચાલકે બસમાં ઘૂસીને ડ્રાઇવર સાથે મારામારી કરી હતી. તેથી 100 જેટલા સિટી બસ ડ્રાઇવરોએ એકાએક હડતાળ પાડી દેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હડતાળને પગલે થોડીવાર માટે ત્રિકોણબાગ ખાતે ટ્રાફિક દ્રશ્યો સર્જાયા હતા, આ બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને તેમણે સમજાવટ કરતા થોડીવારમાં હડતાળ સમેટી લેવામાં આવી હતી. જોકે આ સમયે સિટી બસમાં બેઠેલા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ અંગે સિટી બસના ડ્રાઈવરોના કહેવા મુજબ  દરેક બસ સ્ટોપ પાસે રિક્ષાચાલકોનો ત્રાસ જોવા મળતો હોય છે, પરંતુ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવતા નથી. બાઈક અને કાર ચલાવતા લોકો પાસેથી પોલીસ દ્વારા દંડ વસુલાય છે, પરંતુ રિક્ષાચાલકો પાસેથી કેમ દંડ લેવાતો નથી.  ત્રિકોણબાગ નજીક એક સિટી બસ ડ્રાઇવરે હોર્ન મારીને રિક્ષાચાલકને સાઈડમાં ઊભા રહેવાનું કહેતા રિક્ષાચાલકે સિટી બસની અંદર ઘૂસીને સિટીબસના ડ્રાઈવરને માર માર્યો હતો. જેને કારણે 100 જેટલા સિટી બસ ડ્રાઈવરો દ્વારા હડતાળ કરવામાં આવી હતી. સિટી બસનાં સ્ટોપ ઉપરથી રિક્ષાઓને દૂર કરવામાં આવે તેવી માંગ છે.

શહેરમાં ત્રિકોણબાગ ખાતે એકી સાથે મોટી સંખ્યામાં સિટી બસ ખડકાઈ જતા બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. જોકે સમગ્ર બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી,