Site icon Revoi.in

રાજકોટમાં વડાપ્રધાન મોદીએ લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન દ્વારા કર્યું નિરીક્ષણ

Social Share

રાજકોટઃ  મહાનગરપાલિકા દ્વારા  રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ.118 કરોડના ખર્ચે નિમર્ણિ પામી રહેલા લાઈટહાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાની કાર્ય પ્રગતિનું  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન કેમેરાથી નિરીક્ષણ  કર્યું હતું. આ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે જાન્યુઆરી,2021માં કરવામાં આવ્યુ હતું. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  સને 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે સને 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. સને-2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા, દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકી સાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરાયું છે. જેના અનુસંધાને રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા લાઈટહાઉસ પ્રોજેક્ટ બની રહેલ છે. રૈયા સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલા લાઈટહાઉસ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડ્રોનથી નિરીક્ષણ કર્યા બાદ પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી મેળવી હતી. આ અવસરે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, કેન્દ્ર સરકારના હાઉસિંગ વિભાગના સેક્રેટરી દુગર્શિંકર મિશ્રા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, કેન્દ્ર સરકારના હાઉસિંગ વિભાગના જોઇન્ટ સેક્રેટરી અમૃત અભિજાત, કેન્દ્ર સરકારના હાઉસિંગ વિભાગના ડાયરેક્ટર રાજકુમાર ગૌતમ, રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ કમિટી ચેરમેન વષર્બિેન રાણપરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

વિશેષમાં, કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલીત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ ભારતમાં અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ(ગુજરાત), લખનઉ(મધ્યપ્રદેશ), રાંચી(ઝારખંડ), અગ્રતલા(ત્રિપુરા), ઇન્દોર(મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ(તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે. હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં 6 જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવામાં આવશે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં.32માં 45 મી. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહેલ છે. આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલ 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોય, આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા,  લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે.. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ,  આંગણવાડી,  ગાર્ડન,  કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ અપાશે.