Site icon Revoi.in

રાજકોટમાં તસ્કરો ઈકોકાર લઈને આવ્યા.. દુકાન તોડીને લાખો રૂપિયાના પટોળા ઉઠાવી ગયા

Social Share

રાજકોટઃ શહેરમાં ચોરીના બનાવો તો અવાર-નવાર બનતા જ હોય છે. પણ જાણભેદુ તસ્કરોની ટોળકીએ મધરાત બાદ ઈકોકારમાં આવીને પટોળાની દુકાનના શટર્સ તોડીને બિન્દાસ્તથી કિંમતી પટોળા ઈકોકારમાં ભરીને પલાયન થઈ ગયા હતા. તસ્કરોએ કરેલી ચોરીના સીસીટીવી કૂટેજ મળ્યા છે.

 સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં પટોળાની ચોરી કરતા તસ્કરોના કારણે ખળભળાટ મચ્યો છે. શહેરના સર્વેશ્વર ચોક નજીક આવેલી પટોળાની દુકાનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ દુકાનનું શટર ઊંચકી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. બે દિવસ પહેલા લાખોનો સામાન આવ્યો હતો અને બીજા દિવસે ચોરી થતા ચોરીમાં જાણભેદુની સંડોવણી હોવાની પોલીસ શંકા સેવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક નજીક વી.જે.સન્સ પટોળાની દુકાનમાં ચોરી થઈ હતી. આસપાસની દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ  કર્યો નહતો. મધરાત બાદ પટોળાની દુકાનના શટર્સ તોડીને ચોરી કરવામાં આવી હતી. વહેલી સવારે ઇકો કારમાં પટોળાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. પોલીસને જાણ થતાં ડીસીપી, એસીપી સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની પણ મદદ લઇ તપાસ શરૂ કરી છે. લાખો રૂપિયાની ચોરી થતા પોલીસ પણ હરકતમાં આવી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પોલીસ તપાસમાં પટોળાની દુકાનમાં તપાસ કરતા દુકાનમાં CCTV છે. પણ CCTV ચાલુ છે રેકોર્ડિંગ બંધ હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે ચોરી કરવા માટે ઇક્કો કાર લઈ ચોરી કરવા આવ્યા હતા જેમાં સીધી પટોળાની દુકાને કાર ઉભી રાખી હતી અને ચોરી કરી જેથી પોલીસ શંકા છે ચોરીમાં જાણભેદુનો હાથ છે અને એ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.હાલ તો એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરી ફરિયાદ નોંધવા કર્યવાહી હાથ ધરી છે. આજુબાજુના વિસ્તાર ના CCTV ચકાસણી શરૂ કરી પટોળા સામાન ક્યારે આવ્યો કોણ લાવ્યું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.