Site icon Revoi.in

રાજકોટ યાર્ડમાં ઘઉં, કપાસ, સહિત પાકની ધૂમ આવક, લીંબુના મણના ભાવ 1800થી 2700 બોલાયા

Social Share

રાજકોટ: સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના ગણાતા રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘઉં, કપાસ, ટામેટાં, બટાકા, ટાંમેટા સહિત પાકની ધૂમ આવક થઈ રહી છે. સોમવારે ઘઉંની મબલક આવક થઈ હતી. ઘઉંની સાથે સાથે કપાસ, મગફળી, બટાકા, ટામેટા સહિતના પાકની પણ સારી એવી આવક થઈ હતી. યાર્ડ બહાર વાહનોની લાઈનો લાગી ગઈ હતી.

યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 2,000 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે લોકવન ઘઉંની આવક 900 ક્વિન્ટલ થઈ હતી. હરાજીમાં ટુકડા ઘઉંનો એક મણનો ખેડૂતોને 492થી 589 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. જ્યારે લોકવન ઘઉંના 485થી 532 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત બટાકાના પાકની 3,950 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને 300થી 580 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે, ખેડૂતોને એક મણ લીંબુના 1,800થી 2,700 રૂપિયા ભાવ મળ્યા હતા. લીંબુની 290 ક્વિન્ટલ આવક થઈ હતી. તેમજ સૂકી ડુંગળીના ખેડૂતોને 110થી 260 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. સૂકી ડુંગળીની 3,200 ક્વિન્ટલ આવક થઈ હતી.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટામેટાની 346 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને પ્રતિ મણના 160થી 310 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 247 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 200થી 500 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. તેમજ તરબૂચની 469 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને પ્રતિ મણના 100થી 320 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જ્યારે શક્કરટેટીની 170 ક્વિન્ટલ આવક નોંધાઈ થઈ હતી, જેના ખેડૂતોને 230થી 425 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. કપાસની 2,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને પ્રતિ મણના 1,300થી 1,573 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.   તથા  મગફળીની 2,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1,020 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને 1,100થી 1,318 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. જ્યારે ઝીણી મગફળીની 1,530 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણના 1,230થી 1,265 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.