રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની 66 જેટલી જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત બિન શૈક્ષણિક સ્ટાફનું 217નું સેટઅપ છે. જેમાંથી 64 જગ્યાઓ પર કાયમી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને 153 જગ્યા ખાલી છે. યુનિવર્સિટીમાં કાયમી અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓની વર્ષોથી અછત હોવાના લીધે કરારી કર્મચારીઓ પર નિર્ભર રહેવું પડે છે. બિન શૈક્ષણિકમાં 285 કર્મચારીને ખાનગી એજન્સી મારફત કરાર પર રાખવાની ફરજ પડી રહી છે. આમ અધ્યાપકો, કર્મચારીઓની ઘટને કારણે યુનિના શૈક્ષણિક અને વહિવટ પર તેની અસર પડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બન્ને મળી 372 કાયમી જગ્યાઓનું મહેકમ છે. જોકે, તેમાંથી 153 કાયમી જગ્યાઓ ખાલી છે. જે જગ્યાઓ પર ભરતી ન થતાં શૈક્ષણિકમાં વિઝિટિંગ લેક્ચરર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. ઉપરાંત બિન શૈક્ષણિકમાં 285 કર્મચારીને ખાનગી એજન્સી મારફત કરાર પર રાખવાની ફરજ પડી રહી છે. સરકાર દ્વારા યુનિવર્સિટીને ભરતી માટે 54 અને ત્યારબાદ 38 જગ્યા માટેની મંજૂર આપવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટીએ જગ્યા જ ભરી નહીં.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારના કહેવા મુજબ ટીચિંગની કાયમી આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની 155 જગ્યાઓ મંજૂર થયેલી છે. જેમાંથી હાલ 89 જગ્યાઓ પર કાયમી અધ્યાપકો ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 66 જગ્યાઓ ખાલી છે. જેમાંથી 16 જેટલી આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઇઝ પર ભરવા માટે રાજ્ય સરકારની મંજૂરી માંગવામાં આવી છે. જ્યારે નોન ટીચિંગ એટલે કે બિન શૈક્ષણિક સ્ટાફનું 217નું સેટઅપ છે. જેમાંથી 64 જગ્યાઓ પર કાયમી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને 153 જગ્યા ખાલી છે. જેમાંથી 54 કાયમી જગ્યાઓ ઉપર ભરતી માટે અગાઉ રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. જોકે, કોઈ કારણોસર જગ્યાઓ ભરી શકી ન હતી. તે જગ્યાઓ હાલ સ્થગિત છે. તેની ફરી મંજૂરી આપવા રાજ્ય સરકારને પત્ર લખાયો છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ લેખિત પરીક્ષાના માધ્યમથી
યુનિ સાથે જોડાયેલા એક શિક્ષણવિદે એવું કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિકની કાયમી જગ્યાઓ ખાલી હોવાથી વિઝિટિંગ અધ્યાપકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તો બિન શૈક્ષણિકમાં કાયમી જગ્યાઓ ખાલી હોવાને કારણે આઉટ સોર્સિંગ એજન્સી મારફત 285 કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરી રહ્યા છે. જેનાં પગારના નાણાંનો ખર્ચ યુનિવર્સિટીના ફંડમાંથી કરવો પડે છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો માટે દુર્ભાગ્યપૂર્ણ છે.