1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં સુવિધાનો અભાવ, રમત-ગમતના મેદાનો પણ ખંડેર બન્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટસ સંકુલની હાલત દેખરેખના અભાવે બદતર બની ગઈ છે. સ્પોર્ટ્સ સંકુલમાં પીવાના પાણીથી લઈને અન્ય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ઇન્ડોર સ્ટેડિયમની બદતર હાલતને કારણે અહીં એક ખેલાડી રમતા રમતા ઇજાગ્રસ્ત થયાના બનાવો પણ બન્યા છે. રમત ગમતના અન્ય મેદાનો કોચના અભાવે ખંડેર હાલતમાં છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી વિવિધ ફેકલ્ટીઓના સ્નાતકના છેલ્લા સેમિસ્ટરની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉનાળાની ગરમી સાથે હવે પરીક્ષાની મોસમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. સ્નાતકની વિવિધ ફેકલ્ટીઓના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓનો આજથી એટલે કે 26મી માર્ચથી પ્રારંભ થશે. આ પરીક્ષા 42,437 વિદ્યાર્થીઓ 160 પરીક્ષા કેન્દ્રો પરથી આપશે.પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે 107 અધ્યાપકો સેવા આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભાની ચૂંટણીને લીધે મહિનો વહેલા પરીક્ષા લેવાઈ રહી છે. જોકે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 દિવસના મીની વેકેશનનો પ્રારંભ, કર્મચારીઓ પ્રવાસે ઉપડી ગયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોળી-ધૂળેટીના પર્વને લીધે ગુરૂવારથી 5 દિવસ માટે મીની વેકેશનનો પ્રારંભ થયો છે. ગત શનિવાર અને રવિવાર રજા હોવા છતાં તમામ કર્મચારીઓ પદવીદાન સમારોહને લીધે જાહેર રજા ભોગવી શક્યા નહતા. એટલે યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકોએ શનિ-રવિની રજાના દિવસોમાં પણ કામગીરી બજાવી હોવાથી આ બે રજાનો લાભ તા. 21મી અને 22 માર્ચે આપવામાં આવ્યો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકસભાની ચૂંટણી લીધે મહિનો વહેલી પરીક્ષા યોજવાના નિર્ણય સામે વિરોધ

રાજકોટઃ ગુજરાતમાં પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાકના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા એક મહિનો વહેલા યોજવાની જાહેરાત કરાતા યુનિ.ના પરીક્ષા નિયામકના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભા ચૂંટણીની ચૂંટણીને લીધે સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના 44 હજાર જેટલાં વિદ્યાર્થીઓની પરીક્ષા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અશ્વો વિના જ તબેલો બાંધી દીધો, અંતે વધેલી ગ્રાન્ટ પરત કરવી પડી

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કાઠીયાવાડી અશ્વના સંવર્ધન,સંશોધન અને તાલીમ માટે રૂપિયા 51 લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે શેડ, ફેંસીન્ગ, સમ્પ, ઓફિસ  તૈયાર કરવામાં 20 લાખનો ખર્ચ કર્યા પ્રોજેક્ટનુ કામ આગળ ના વધતા બાકીની ગ્રાન્ટ વ્યાજ સહિતની રકમ પરત જમા કરાવી દેવા સરકારે સુચના આપી હતી. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 11મી માર્ચથી અભિવ્યક્તિ યુવક મહોત્સવ યોજાશે, 860 સ્પર્ધકો ભાગ લેશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 51મો યુવક મહોત્સવ કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે આગામી તા.11મીથી બે દિવસીય યોજાશે. આ અભિવ્યક્તિ યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જુદી-જુદી સ્પર્ધામાં પોતાની પ્રતિભા ખીલવશે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને અનુસ્નાતક ભવનોના 860 વિધાર્થીઓ ભાગ લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 11 અને 12 માર્ચના રોજ 51માં અભિવ્યક્તિ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ એક સાથે યોજવા સામે વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ પ્રશ્ને વિવાદમાં રહેતી હોય છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ નજીકમાં છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આવતા મહિને એટલે કે માર્ચ મહિનામાં યુનિ.ના પદવીદાન સમારોહ તેમજ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહનું એક સાથે આયોજન કરવામાં આવતા અરાજકતા ફેલાય તેવી ભીતિ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુનિ.કોમન એક્ટ મુજબ કમિટીઓ ન રચાતા પદવીદાન યોજી શકાતો નથી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યનિવર્સિટી ઘણા સમયથી વિવાદનો પર્યાય બની ગઈ છે.રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મૂજબ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. નિલાંબરી દવેએ કોમન એક્ટ મામલે હજુ સુધી કમિટીઓ ન રચાતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વનો પદવીદાન સમારોહ છેલ્લાં 2 માસથી થઈ શક્યો નથી. જેના કારણે 150 ગોલ્ડ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 20 કરોડના ખર્ચે બનેલા સંશોધન કેન્દ્રને લાગ્યા તાળાં, વિદ્યાર્થીઓને મુશ્કેલી

રાજકોટઃ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓને યુજીસી સહિત વિવિધ ગ્રાન્ટ મળતી હોય છે. ગ્રાન્ટમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગી કામો કરવામાં આવતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન માટે ઉપયોગી બને તે માટે રૂ.20 કરોડનાં ખર્ચે NFDD હોલનું વર્ષ 2011માં કેમેસ્ટ્રી ભવનનાં તત્કાલિન પ્રોફેસર ડો. અનામિક શાહના પ્રયાસોથી નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 1.50 કરોડનું NMR સહિતના મશીનો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની 66 જગ્યાઓ ખાલી,વહિવટમાં કોન્ટ્રાક્ટ પર 285 કર્મચારીઓ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની 66 જેટલી જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત બિન શૈક્ષણિક સ્ટાફનું 217નું સેટઅપ છે. જેમાંથી 64 જગ્યાઓ પર કાયમી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને 153 જગ્યા ખાલી છે.  યુનિવર્સિટીમાં કાયમી અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓની વર્ષોથી અછત હોવાના લીધે કરારી કર્મચારીઓ પર નિર્ભર રહેવું પડે છે.  બિન શૈક્ષણિકમાં 285 કર્મચારીને ખાનગી એજન્સી મારફત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code