Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકી અથડામણ – કેટલાક આતંકીઓ ઘેરાયા

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો વિસ્તાર છે કે જ્યાં સતત આતંકીઓની નજર રહે છે ત્યારે વિતેલી રાતથી જ જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને બારામુલ્લામાં મોડી રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે.

મળતી માહિતી અનુસાર શોપિયાં જિલ્લાના ચિત્રગામમાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.  સુરક્ષા દળોને મોડી રાત્રે માહિતી મળી હતી કે ચિત્રગામમાં કેટલાક આતંકવાદીઓ ભેગા  થયા છે. આ પછી સર્ચ ઓપરેશન  હાથ ધરવામાં આવ્યું હતું.

બીજી તરફ બારામુલ્લામાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બારામુલ્લાના વિદ્દીપોરા પાટણ વિસ્તારમાં ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઘેરાયેલા હોવાનું કહેવાય છે.હાલ અહીં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે.

ઉલ્આલેખનીય છે કે આ પહેલા મંગળવાર અને સોમવારે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે જિલ્લાના અહવાતુ ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ ઘેરાબંધી શરૂ કરી હતી.

Exit mobile version