Site icon Revoi.in

પાકિસ્તાનમાં મહિલાઓ ભગવાન ભરોસે, છ વર્ષમાં 22 હજાર મહિલાઓ સાથે થયું દુષ્કર્મ

Social Share

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તામાં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે અને લઘુમતી કોમના લોકો ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. એટલું જ નહીં પાકિસ્તાનમાં ગુનેગારને કાયદનો કોઈ ડર રહ્યો જ ન હોય તેમ ગુનાખારી પણ વધી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં મહિલાઓ સલામત નહીં હોવાનો દાવો એક રિપોર્ટમાં દરવામાં આવ્યો છે. છ વર્ષના સમયગાળામાં બળાત્કારના 22 હજાર જેટલા બનાવો બન્યાં છે. જેની સામે માત્ર 77 જેટલા જ બળાત્કારીઓને સજા ફરમાવવામાં આવી છે. એટલે પીડિતાને ન્યાય પણ મળવાના ચાન્સ પણ ઓછા છે.

પાકિસ્તાનમાં મહિલા સાથે થતા અત્યાચારના બનાવોમાં નોંધયાત્ર વધારો થતા સફાળી જાગેલી ઈમરાન ખાન સરકારે બળાત્કારીઓને આકરી સજાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પાકિસ્તાનમાં બળાત્કારીઓને નપુસંક બનાવવાનો નિર્ણય કરાયો છે. પાકિસ્તાનમાં છ વર્ષના સમયગાળામાં બળાત્કારના 22 હજાર બનાવો બન્યાં છે. જેમાં સૌથી વધારે સિંધ, બલુચિસ્તાન, ખૈબર પુખ્તુનખા, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર બનાવ બન્યાં છે. બીજી તરફ આરોપીઓને સજાની ટકાવારી ખુબ જ ઓછી છે. માનવ અધિકાર આયોગ ,મહિલા ફાઉન્ડેશન સહીત વિવિધ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં બળાત્કારના 22 હજાર બનાવો પૈકી માત્ર 77 આરોપીઓને જ સજા થઈ છે.