Site icon Revoi.in

ઉનાળામાં ફ્રીજનું નહી પરંતુ માટલાના પાણીનો પીવામાં કરો ઉપયોગ, , જાણો શા માટે માટલાનું પાણી મુકશાન કરતું નથી

Social Share

હાલ ઉનાળાની મોસમ શરુ થી ચૂકી છે ત્યારે આવી સ્થિતિમનાં સૌ કોઈને ઠંડા પીણા અથવા તો ફ્રીજનું પાણી પીવાનું મન થાય તે વાત ,સહજ છે જો કે ફ્રીજનનું પાણી શરીરને નુકશાન કરે છએ જેથી કરીને ઠંડુ પાણી પીવું હોય તો માટીના માટલાનું પાણી પીવું જોઈએ ફ્રિઝનું પાણી આરોગ્ય માટે હાનિકારક હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે.

આ સહીત ફ્રીજનું પાણી પીવાથી લાંબે ગાળે ગળાની ક્ષમતા પણ અચાનક ઓછી થઈ જાય છે. બીજી તરફ માટલાનું પાણી શરીર માટે ફાયદાકારક હોવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધતી હોવાનું મનાઈ રહ્યું છે.

ગરમીમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી ગળામાં ઘણા પ્રકારના રોગ પણ થઈ શકે છે. તેમજ ગળું પાકવા ઉપરાંત ગ્રંથિઓમાં સોજો આવવાની સમસ્યા પણ થઈ શકે છે.

જો માટલાની વાત કરીએ તો તે  દેશી ફ્રિજ તરીકે ઓળખાતા માટલાનું ઠંડુ પાણી આરોગ્ય માટે ફાયદા કારક છે. તેમજ કાળઝાળ ગરમીમાં લૂથી બચાવે છે. તેમજ માટીના ઘડામાં તળિયામાં નાના છિદ્ર હોય છે, જેમાં પાણી આસાનીથી ફિલ્ટર અને શુદ્ધ થઈ જાય છે. જેનાથી તેની ગરમી નાશ પામે છે.

નિયમિત રીતે માટલાનું પાણી પીવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. આ ઉપરાંત પાણી પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન એટલે કે મેલ સેક્સ હોર્મોનનું સ્તર વધે છે. માટલાનું પાણી માટીમાં રહેલા ક્ષારના ગુણની એસિડિટી સાથે પ્રભાવિત થઈ યોગ્ય PH સંતુલન પ્રદાન કરે છે.