Site icon Revoi.in

સુરતમાં GSTના અધિકારીએ વિભાગની મંજુરી વિના પોતાના મળતિયા સાથે રેડ પાડીને તોડ કર્યો

Social Share

સુરતઃ રૂપિયા કમાવવા માટે કેટલાક લોકો શોર્ટકટ અપનાવીને અવનવી તરકીબો અપનાવતા હોય છે. શહેરમાં એક ચણિયાચોળીનો વેપાર કરતા વેપારીને ત્યાં એક જીએસટીના અધિકારીએ પોતાના ખાનગી માણસોને અધિકારીના સ્વાંગમાં વેપારીને ત્યાં મોકલીને રેડ પાડી હતી. અને હિસાબની તપાસ કરીને 80 લાખની ચોરી શોધી કાઢીને રૂપિયા 45 લાખ ભરવાનું કહીને રૂપિયા 12 લાખનો તોડ કર્યો હતો. અતે આ ભાંડો ફુટતા જીએસટીના અસલી અધિકારીની દોરવણીથી રેડ પાડતી નકલી અધિકારીઓ પકડાઈ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં જુના બોમ્બે માર્કેટમાં ચણિયાચોળીના વેપારી પાસેથી નકલી GST અધિકારીઓ લાખો રૂપિયા પડાવીને રફુચક્કર થઈ ગયા હતા. GST અધિકારીએ પોતાના ખાનગી માણસોને સાથે નકલી રેડ પાડી હતી. જોકે તેનો ભાંડો ફૂટતાં અંતે પકડાઈ ગયા હતા.  સૂત્રોના કહેવા મુજબ GST અધિકારી રાકેશ શર્મા પોતાના 2 માણસોને લઈ ચણિયાચોળીના વેપારીને ત્યાં રેડ કરવા પહોંચ્યા હતા. તેમની નકલી રેડ સફળ પણ થઈ હતી. GSTમાં રૂપિયા 80 લાખનો તફાવત દર્શાવીને સેટલમેન્ટ કર્યું હતુ. રૂપિયા 45 લાખ માગીને રૂપિયા 12 લાખમાં સમાધાન કર્યુ હતુ. તેઓ 12 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. જે અંગે વેપારીને હકીકતની ખબર પડતાં તેણે પોલીસમાં  ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વરાછા પોલીસે રાકેશ શર્માની અટકાયત કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે તેણે પોતાના ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર રેડ કરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જીએસટીના અધિકારીએ પોતાના ખાનગી માણસો રાખીને તેની સાથે લઈ જઈને રેડ પાડતો હતો. ત્યારબાદ વેપારીઓ પાસેથી મોટોતોડ કરતો હોવાનું કહેવાય છે. આ બનાવમાં પોલીસ ઉપરાંત જીએસટી વિભાગે પણ તપાસ હાથ ધરી છે.