Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં હવામાનમાં પલટો, કડકતી ઠંડી વચ્ચે પડ્યો વરસાદ – યલો એલર્ટ જારી

Social Share

દિલ્હીઃ- છેલ્લા થોડા દિવસથી દેશભરના કેટલાક રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે, ક્યા ઘુમ્મસવાળું વાતાવરણ રહે તો ક્યાંક ઝરમર વરસાદ સાથે ઠંડી છે ત્યારે રાજધાનીમાં પણ હવામાન પલટ્યું છે કડકડતી ઠંડી વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર વરસાદ પડ્યો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ઝરમર અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો. ઠંડા પવનો વચ્ચે આ વરસાદને કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ અનેક વિસ્તારોમાં અડઘી રાત સુધી ચાલુ રહ્યો હતો. આ વાતાવરણને કારણે અત્યારે સવારે પણ અંધારું છવાયું  છે અને હાલ પણ ઝરમર વરસાદ ખાબકી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગઈકાલે યલો એલર્ટ જારી કરતા હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. વરસાદના કારણે આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડીથી થોડી રાહત મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે આકાશ વાદળછાયું રહેશે અને પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. તેમજ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આ સાથે જ અહીં મહત્તમ તાપમાન 16 ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની અસર ખતમ થતાં જ લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે, જે સાત ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં ઘુમ્મસ હોવાને કારણે ટ્રેન સંચાલન અને ફ્લાઈટ સંચાલનમાં અવરોઝ ઉતપ્નન થી રહ્યો છે, દિલ્હી એરપોર્ટ પર વિમાનોની અવરજવરને પણ ભારે અસર થઈ હતી. સવારે 3.30 વાગ્યાની આસપાસ રનવે ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયો હતો. જેના કારણે ઓછી વિઝિબિલિટીની પ્રક્રિયા અમલમાં મૂકીને એરક્રાફ્ટની મુવમેન્ટ કરવામાં આવી હતી. ગઈ કાલે પણ દિલ્હીમાં આજ સ્થિતિ સર્જાતા કેટલીક ટ્રેનો પણ રદ કરવી પડી હતી.