- દેશમાં કોરોનામાં રાહત
- દૈનિક કેસનો આંકડો 300થી ઓછો
દિલ્હીઃ- કોરોનાની ઉત્તપતિ જ્યાંથી થઈ હતી તેનો દેશ ચીન ફરી એક વખત કોરોના સામે જંગી લડત લગી રહ્યો છે,સાથે જ લોકડાઉનના કારણે આર્થિક રીતે પણ ભોગવવાની વારી આવી છે તો બીજી તરફ ભારતમાં કોરોનાના કેસોમાં મોટી રાહત મળી છે. જો ચીની પહેલા વાત કરીએ તો ભારે વિરોધનો સામના બાદ ચીને તેની શૂન્ય કોવિડ નીતિને પાતળી કરવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ઓછા પ્રભાવિત સ્થળો પરથી પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે.
જયારે હાલ ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 226 નવા કેસના નોંધાયા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 68 ઘટીને 4,529 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રવિવારે સવારે આઠ વાગ્યા સુધીના અપડેટ ડેટા અનુસાર, ઓડિશામાં ચેપને કારણે એક વ્યક્તિનું મોત થયું છે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ સંક્રમિત દર્દીઓના 0.01 ટકા છે.આ સાથે જ કોરોનાનો રિકવરીનો દર વધીને 98.80 ટકા થઈ ગયો છે.આ સાથે જ કોરોનાનો મૃત્યુ દર 1.19 ટકા હવે જોવા છે.