Site icon Revoi.in

કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર એક્શન મોડમાં , 8 રાજ્યોને પત્ર લખીને આપ્યા સૂચનો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે દેશમાં દરરોજ 10 હજારને પાર  નવા કેસ નોંધાઈ રહ્યા છે કેટલાક રાજ્યોએ પોતાની ગાઈડલાઈન પણ રજૂ કરી છે ત્યારે હવે કોરોનાએ સરકારની ચિંતા વધારી છે,જેને લઈનેકેન્દ્રએ 8 રાજ્યોને દિશા નિર્દેશ જારી કર્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા 24 કાલકમાં દેશમાં 11 હજારથી વધુ કેસો નોંધાયા છે,હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 66 હજારથી વધુ થઈ ગઈ છે. કોરોનાના ખતરાને જોતા હવે કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે.

જો રાજ્યોના જીલ્લાઓ વિશે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ  કે જ્યાના 1 જિલ્લામાં સકારાત્મકતા દર 10  કરતાં વધુ છે, તમિલનાડુના 11 જિલ્લામાં હકારાત્મકતા દર 10  કરતાં વધુ છે, રાજસ્થાનની વાત કરીએ તો 6 જિલ્લામાં હકારાત્મકતા દર 10 કરતાં વધુ છે તો બીજી તરફ  મહારાષ્ટ્રના 8 જિલ્લામાં સકારાત્મકતા દર 10થી વધારે નોંધાયો છે ત્યારે કેરળ રાજ્યમાં 14 જિલ્લામાં હકારાત્મકતા દર 10 ટકાથી વધારે જોવા મળે છે તો કર્ણાટક  અને હરિયાણાના 12 જિલ્લામાં હકારાત્મકતા દર 10 ટકાને પાર પહોચ્યો છે ,રાજધાની દિલ્હીના 11 જીલ્લામાં પણ સકારાત્મકતા દર 10 ટકાથઈ વધુ છે આમ કુલ આ 8 રાજ્યો એવા છે કે જેને કેન્દ્રએ પત્ર લખવાની ફરજ પડી છે.

કેન્દ્રએ આ 8 રાજ્યોને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે આરોગ્ય સચિવે સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આ રાજ્યોને આપ્યા છે.