Site icon Revoi.in

કોરોના સામેની જંગ બનશે તેજઃ- ડીસીજીઆઈ એ સિપ્લાને મોર્ડના વેક્સિનની આયાત માટેની મંજૂરી આપી

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના સામેની જંગમાં વેક્સિન એક માત્ર સફળ ઉપાય દોવા મળે છે, જેને લઈને વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતને કોરોના વાયરસ સામેની લડતમાં ટૂંક સમયમાં બીજુ મોટું શસ્ત્ર મળી શકે તેમ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ મંગળવારના રોજ સિપ્લાને મોડર્નાની કોરોના વેક્સિનને ભારતમાં મર્યાદિત ઇમરજન્સી ઉપયોગ માટે આયાત કરવાની મંજૂરી આપી છે. આ મામલે સુત્રોની વાત માનીએ તો સિપ્લાએ સોમવારે ડીસીજીઆઈ પાસેથી મોડર્ના વેક્સિન આયાત કરવાની પરવાનગી માંગી હતી.

સિપ્લાએ સોમવારે આ વેક્સિન આયાત કરવા બાબતે મંજૂરી માંગતી અરજી રજૂ કરી હતી. તેમાં 15 એપ્રિલ અને 1 જૂનની ડીસીજીઆઈ નોટિસનો હવાલો આપવામાં આવ્યો હતો.આ કરજુ કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા વેક્સિનને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન આપવામાં આવે તો,વગર  બ્રિઝિંગ ટ્રાયલે માર્કેટિંગ કરવાનો અધિકાર આરપવામાં આવી શકે છે. આ ઉપરાંત, દરેક માલસામાનને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી કસૈલી દ્વારા પરીક્ષણ કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ આપી શકાય છે.

આ પહેલા સરકારે ઇમરજન્સી ઉપયોગ માટે રશિયાની સ્પુતનિક વી રસીને મંજૂરી આપી હતી. આ સાથે જ દેશમાં હજી સુધી લગભગ ચાર આવી ચૂકી છે, જેનો તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભારતમાં બે રસી કોવશિલ્ડ અને કોવાકસીનનો સમાવેશ થાય છે. આ રીતે, ભારતમાં હવે કુલ ચાર રસી છે, જેને સરકાર દ્વારા કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.