Site icon Revoi.in

નવા વર્ષના શરુઆતના પ્રથમ અઠવાડિયામાં દેશની નિકાસમાં 11 ટકાનો વધારો નોંધાયો આયાતમાં 6.58 ટકાનો નોંઘાયો ઘટાડો

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમા  છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના મહામારીનો માર ચાલી રહ્યો હતો જો કે સ્થિતિ સામાન્ય થતાની સાથો-સાથ દરેક ક્ષેત્રમાં તેજી જોવા મળી હતી, ત્યારે હવે એન્જિનિયરિંગ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે દેશની નિકાસમાં મોટા ભાગે વધારો નોંઘાઈ રહ્યો છે.

દેશમાં પરિસ્થિતિ સુધરતાની સાથે નવા વર્ષના જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાર્ષિક ધોરણે નિકાસ અંદાજે 11 ટકા વધીને 11.81 અબજ ડોલર થઈ છે. ગયા વર્ષે 1 થી 14 જાન્યુઆરીના સમાન સમય દરમિયાન નિકાસનું પ્રમાણ 10.65 અબજ ડોલર હતું.

મળતી માહિતી પ્રમાણે 1લી જાન્યુઆરીથી 14 દરમિયાન આયાત પણ 6.58 ટકા વધીને 18 અબજ ડોલર પર પહોંચી છે જે દેશની ગતિવિધિઓમાં સુધારાના સંકેત દર્શાવે છે.તે પહેલા વિતેલા વર્ષે સમાન સમયગાળઆમાં આયાતનું પ્રમાણ 16.91 અબજ ડોલર રહ્યુ હતું

આ સાથે જ ફાર્માસ્યુટિકલ નિકાસ 21 ટકા વધીને 7.86 કરોડ ડોલરે પહોંચી છે. તે જ સમયે, એન્જિનિયરિંગની નિકાસ 20 ટકા વધીને 24.36 કરોડ ડોલરે પહોંચી છે. નવેમ્બર 2020 માં, દેશની નિકાસમાં 8.74 ટકાનો ઘટાડો નોંધાયો થયો. ડિસેમ્બર 2020 માં નિકાસમાં 0.14 ટકાનો નજીવો વધારો નોંધાયો છે.

સાહીન-

Exit mobile version