Site icon Revoi.in

હોલિવુડની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’માં ‘જેમ્સ બોન્ડ 007’ ગુજરાતીમાં બોલશે સંવાદ !

Social Share

મુંબઈઃ હોલિવુડની પ્રખ્યાત ફિલ્મ સિરીઝ જેમ્સ બોન્ટ 007ની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ટાઈ’ આગામી તા. 30મી સપ્ટેમ્બરના રોજ થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે. એક્ટર ડેનિયલ ક્રેગ અભિનીત આ ફિલ્મ ભારતમાં વિવિધ ભાષામાં રજૂ કરવામાં આવશે. ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અર્બન ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ વધ્યો છે અને મોટી સંખ્યામાં દર્શકો આવી અર્બન ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરે છે. જેથી જેમ્સ બોન્ટ 007ની નવી ફિલ્મ પણ ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવી રહી હોવાનું મનાઈ રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જેમ્સ બોન્ડ સિરીઝની વર્ષ 2015માં સ્પેક્ટર ફિલ્મ રજૂ થઈ હતી. 6 વર્ષ બાદ ફરી એકવાર જેમ્સ બોન્ડ સિરીઝની ફિલ્મ સિનેમાગૃહોમાં રજૂ થશે. આ ફિલ્મ સૌપ્રથમ નવેમ્બર 2019માં રિલીઝ થવાની હતી પરંતુ, બાદમાં ફેબ્રુઆરી 2020માં અને પછી એપ્રિલ 2020માં રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. જો કે કોરોના વાયરસની મહામારીને પગલે આ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. જો કે, જેમ્સ બોન્ડ ફિલ્મના રસીયાઓ આગામી 30મી સપ્ટેમ્બર પછી નવી ફિલ્મ નો ટાઈમ નો ડાઈ થિયેટરમાં નિહાળી શકશે.

ભારતમાં મોટાભાગની હોલીવુડની ફિલ્મો અંગ્રેજી અને હિન્દી ઉપરાંત, તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ, પંજાબી, ભોજપુરી અને બિહારી ભાષામાં રિલીઝ થાય છે. બીજી તરફ ગુજરાતની જનતાનો ગુજરાતી ફિલ્મો તરફથો ક્રેઝ વધ્યો છે. તેમજ નવી ગુજરાતી અર્બન ફિલ્મો દર્શકો પસંદ કરી રહ્યાં છે. જેથી જેમ્સ બોન્ડની નો ટાઈમ નો ડાય ફિલ્મ વિવિધ ભાષાઓ ઉપરાંત ગુજરાતીમાં રિલીઝ કરવામાં આવશે.

જેમ્સ બોન્ડ સિરીઝની આ 25મી ફિલ્મ ડેનિયલ ક્રેગ સહિત રામી મલિક, ક્રિસ્ટોફર વૉલ્ટ્ઝ જેવા જાણીતા હોલિવૂડ એક્ટર જોવા મળશે. ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં 28 સપ્ટેમ્બર, 2021ના રોજ યોજાશે અને પછી યુકેમાં 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે જ્યારે 8 ઓક્ટોબરે અમેરિકામાં રિલીઝ થશે.

જેમ્સ બોન્ડ સિરીઝની મોટી હોલીવુડની ફિલ્મ ગુજરાતી ભાષામાં રિલીઝ થઈ રહી હોવાથી દર્શકોનો પ્રતિસાદ કેવો મળે છે તે જોવાનું રહેશે. જો કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારોને આગામી દિવસોમાં તેનો લાભ મળવાની શકયતાઓ જોવા મળી રહી છે.