Site icon Revoi.in

કોરોનાનો વર્તાતો હકેર – દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,753 કેસ નોંધાયા, હવે સક્રિય કેસો 53 હજારને પાર

Social Share

દિલ્હીઃ-  દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે છએલ્લા ઘણા સમયથી કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે. જો છેલ્લા કેટલાક દિવસોની વાત કરવામાં આવે તો કોરોનાના કેસોએ હજારોનો આકંડો વટાવ્યો છે તો છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 10 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે.

જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમય દરમિયાન દેશમાં 10 હજાર 753 નવા કેસ નોંધાયા છે. આ સાથે હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 53 હજાર 720 થઈ ચૂક્યા  છે.

બીજી તરફ, શુક્રવારે નોંધાયેલા કેસની સંખ્યા 11હજારને પાર હતી.જો કે ગઈ કાલની સરખામણીમાં આજે કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.એક દિવસ પહેલા 11 હજાર 109 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આજે નોંધાયેલા કેસ ગઈકાલથી 356 ઓછા જોવા મળે છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 6 હજાર 628 લોકો એ કોરોનાને માત આપી છએ અને સાજા થયા છે.

જો કોરોનાથી સાજા થવાના દરની વાત કરીએ તો હાલ દેશમાં  કોરોનાનો રિકવરી રેટ  98.69 ટકા જોવા મળે છે. આ સાથે જ દૈનિક હકારાત્મકતા દર 6.78 ટકા નોંધાયો છે જ્યારે કોરોનાનો  સાપ્તાહિક હકારાત્મકતા દર 4.49 ટકા જોઈ શકાય છે.