Site icon Revoi.in

દેશમાં નવેમ્બર મહિનામાં GSTનું રૂ. 1.32 લાખ કરોડનું કલેક્શન, ઓક્ટોબરની સરખામણીએ વધારે

Social Share

દિલ્હીઃ નવેમ્બર મહિનામાં કુલ GST કલેક્શન રૂ. 1,31,526 કરોડ થયું છે. આ મહિનાનું GST કલેક્શન ગયા મહિનાના કલેકશનને વટાવી ગયું છે, જે GST લાગુ થયા પછી બીજા ક્રમે છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી સામે આવી છે. જીએસટી લાગુ થયા બાદ આ આંકડો બીજા નંબરનો સૌથી વધુ છે.

દેશમાં ઓક્ટોબરમાં જીએસટી કલેક્શને બનાવેલો રેકોર્ડ નવેમ્બર મહિનામાં તુડી ગયો છે. તોડ્યો છે., ઓક્ટોબર મહિનામાં કુલ GST કલેક્શન રૂ. 1,30,127 કરોડ હતું. ગયા મહિને તહેવારોની મોસમને કારણે માંગમાં વધારો GST કલેક્શન પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો, જે અત્યાર સુધી ચાલુ છે. નવેમ્બર 2021માં કુલ GST આવક 1,31,526 કરોડ રૂપિયા છે, જેમાં CGST રૂપિયા 23,978 કરોડ, SGST રૂપિયા 31,127 કરોડ, IGST રૂપિયા 66,815 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂપિયા 32,165 કરોડ સહિત) અને સેસનો સમાવેશ થાય છે.

જાહેર કરવામાં ડેટા  અનુસાર, નવેમ્બર મહિનાની GST આવક ગત નવેમ્બર 2020ની સરખામણીમાં 25 ટકા અને નવેમ્બર 2019ની સરખામણીમાં 27 ટકા વધુ છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) જુલાઈ 2017માં લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ 1.41 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. આ રેકોર્ડ આ વર્ષે એપ્રિલમાં હતો. ઓક્ટોબરમાં કુલ 7.35 કરોડ ઈ-બિલ જનરેટ થયા હતા.