Site icon Revoi.in

સંસદના સત્રમાં લોકસભા સ્પિકર ઓમ બિરલા એ કહ્યું, ‘જી 20 માં 200 બેઠકો થઈ જે અભૂતપૂર્વ સફળતા છે’

Social Share

 

દિલ્હીઃ આજરોજથી સંસદનું વિશેષ સત્ર યોજાઈ રહ્યું છે જે આજથી 22 સપ્ટેમ્બર સુઘી ચાલનાર છે. સંસદના આજના સત્રનો આરંભ થઈ ચૂક્યો છએ પીએમ મોજીએ આરંભમાં આ સત્રને ખાસ ગણાવ્યું ત્યાર બાદ લોકસભાના સ્પિકર ઓમ બિરલા એ જી20ની સફળતા વર્ણવી હતી.

તો બીજી તરફ પજીતો સત્ર શરુ થવાને વાર હતી તે પહેલા જ વિપક્ષ દ્રાર હોબાળઓ મચાવાયો હતો વિશેષ સત્રની શરૂઆત થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને શાંત કર્યા. આ પછી તેમણે ગૃહને સંબોધિત કર્યું. 

 સંસદના આ વિશેષ સત્રને લઈને મોદી સરકાર ઘણી ગંભીર દેખાઈ રહી છે. કોઈપણ રીતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘માસ્ટરસ્ટોક’ રમવામાં નિષ્ણાત છે. આવી સ્થિતિમાં, આશા છે કે આ વખતે પણ કોઈ મોટું પગલું લેવામાં આવી શકે છે.
જો કે વિપક્ષનું કહેવું છે કે આ સત્રમાં કેટલીક ચોંકાવનારી બાબતો જોવા મળી શકે છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સત્ર દરમિયાન કુલ 8 બિલ ચર્ચા અને પસાર કરવા માટે સત્રમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ લોકસભાને સંબોધિત કરતા કહ્યું કે G20ની સફળતા અભૂતપૂર્વ છે.આ સમયગાળા દરમિયાન 200 બેઠકો યોજાઈ હતી. તેમણે કહ્યું કે ભારતે ગ્લોબલ સાઉથનો અવાજ બનવો જોઈએ.