Site icon Revoi.in

અમેરિકામાં હવે ચોથા ડોઝની તૈયારી,વરિષ્ઠ નાગરીકો માટે વધુ એક બુસ્ટર માટે આવેદન આપી શકે છે Pfizer

Social Share

દિલ્હી:દવા નિર્માતા કંપની Pfizer આ અઠવાડિયે વરિષ્ઠ નાગરિકો માટે એન્ટિ-કોવિડ રસીના વધુ એક બૂસ્ટર ડોઝની મંજૂરી માટે અરજી કરી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે.

જો આ બુસ્ટર ડોઝને મંજૂર કરવામાં આવે તો, તે મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સંક્રમણ સામે રક્ષણ માટે રસીનો ચોથો ડોઝ હશે, કારણ કે અત્યાર સુધીમાં રસીના બે ડોઝ બૂસ્ટર ડોઝ દ્વારા અનુસરવામાં આવે છે. સૂત્રએ જણાવ્યું હતું કે,ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અરજીને મંજૂરી આપે તેવી દરેક શક્યતા છે.

ફાઈઝરના પ્રવક્તા જેરીકા પિટ્સે જણાવ્યું હતું કે, “અમે તમામ ઉપલબ્ધ ડેટાને એકત્રિત કરવાનું અને તેનું મૂલ્યાંકન કરવાનું શરૂ છે. વાયરસ સામે લડવા માટે કોવિડ-19 રસીની વ્યૂહરચના વિકસાવવા માટે અમે નિયમનકારો અને આરોગ્ય અધિકારીઓ સાથે સતત સંવાદમાં છીએ.

ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આલ્બર્ટ બૌરલાએ જણાવ્યું હતું કે, સરકારોની રસીમાં ઊંડી રુચિને કારણે ફાઈઝર પહેલેથી જ મોટા કોવિડ ડોઝનું ઉત્પાદન કરી રહ્યું છે. કારણ કે વિશ્વભરની સરકારો તેમના દેશમાં કોવિડ-19ના ભયાનક સંક્રમણ સામે લડી રહી છે. જેમાં કોવિડના નવા વેરિયન્ટને કારણે વધી રહેલા કેસ પણ સામેલ છે.