Site icon Revoi.in

ગુજરાતના આ 4 મહાનગરોમાં 1લી ફેબ્રુઆરીથી રાત્રી કફર્યૂ હટાવવામાં આવી શકે છે

Social Share

દિલ્હીઃ-સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે રાત્રી કર્ફયૂ લાગુ કરવામાં આવ્યું હતું, પહેલા આ કર્ફ્યૂ રાત્રે 9 વાગ્યા સુઘી હતું ત્યાર બાદ 10 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું, ત્યારે હવે રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કારણે 1લી ફેબ્રુઆરીથી રાજ્યના 4 મહાનગરોમાંથી આ કર્ફ્યૂ હટાવવામાં આવી શકે છે.

આ સમગ્ર બાબતે મળતી માહિતી પ્રમાણે,1લી ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાંથી નાઈટ કર્ફ્યૂ હટાવવામાં આવી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે આ નિર્ણય લેવામાં આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.આ માટે કર્ફ્યુ હટવાની સાથે જ રાત્રી દરમિયાન અનેક છુટછાટ અપાઈ શકે છે.

આ સાથે જ હાલ જે માસ્ક ન પહેરવા બાબતે દંડની રકમ વસુલ કરવામાં આવી રહી છે તેમાં પણ ઘટાડો કરવાની શક્.તાો સેવાઈ રહી છે,માસ્કના દંડની રકમમાં ઘટાડાની ભલામણ કરાઈ હોવાની ચર્ચા છે. સનદી અધિકારીઓ દ્વારા સરકારને ભલામણ કરાઈ હોવાની ચર્ચા એ ગાંધીનગરમાં જોરપકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલ તંત્ર દ્વારા માસ્ક ન પહેરવાનાન દંડની રકમ 1 હજાર રુપિયા રાખવામાં આવી છે. દંડની મોટી રકમના કારણે જનતાઓ હેરાન થઈ રહી છે જેના કારણે હવે આ બાબતે વિચાર કરવામાં આવી શકે છે.

સાહિન-