Site icon Revoi.in

ઉત્તરાખંડ ના આ ત્રણ જાણીતા મંદિરોમાં યુવતીઓ અને મહિલાના પ્રવેશ માટે ડ્રેસ કોડ અમલી બન્યો

Social Share

દહેરાદૂનઃ- સામાન્ય રીતે હવે દેશના ઘણા મંદિરોમાં ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવી રહ્યા છએ,એટલે કે યુવતીઓ અને મહિલાઓ કેટલાક મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન કરી શકે નહી,આમ તો સાઉથના મંદિરોમાં આ રિવાજ ઘણા વખતથી ચાલી આવ્યો છે સાઉથના મંદિરોમાં સાડી પહેરીને જવાની પરંપરા છે,ત્યારે હવે દેશભરના જૂદા જૂદા દેવસ્થાનોમાં પણ આ ડ્રેસ કોડ અમલી બની રહ્યા ચે

આ શ્રેણીમાં હવે ઉત્તરાખંડના ત્રણ જાણીતા મંદિરો માટે યુવતીઓ અને મહિલાઓ માટે જ્રેસ કોડ લાગૂ કરી દેવાયો છએ,જે ત્રણ મંદિરોમાં ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યા તેમાં હરિદ્રારનું દક્ષ પ્રજાપતિ મંદિર, દહેરાદૂનનું ટપકેષશ્વર મંદિર અને પોંડી જીલ્લાના નિલકંઠ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.

હવેથી ઉત્તરાખંડના આ મંદિરોમાં કોી પણ મહિલાઓ કે યુવતીઓ વેસ્ટર્ન ટૂંકા વસ્ત્રોમાં દર્શન કરી શકશે નહી અર્થાત દરેક ફિમેલે અહી પુરા શરીર ઢંકાયેલા હોય તેવા વસ્ત્રો ઘારમ કરીને જ પ્રવેશ કરવાનો રહેશે.એટલે કે હવેથી ઉત્તરાખંડમાં મહાનિર્વાણ અખાડા હેઠળના ત્રણ મુખ્ય મંદિરોમાં મહિલાઓ અને છોકરીઓ માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.

મહાનિર્વાણી અખાડાના સેક્રેટરી અને અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રીમંત રવિન્દ્ર પુરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલા અને યુવતીઓ ટૂંકા કપડા પહેરીને મહાનિર્વાણી અખાડા હેઠળના ત્રણ મંદિરોમાં પ્રવેશ કરી શકશે નહીં.

પ્રમખ શ્રી એ  મંદિરમાં આવનારા ભક્તોને અપીલ કરી છે કે મંદિર આત્મનિરીક્ષણ માટેનું સ્થળ છે, મનોરંજન માટેનું નહીં. તેમણે કહ્યું, “મહાનિર્વાણ અખાડા દ્વારા મહિલાઓ અને યુવતીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો તેઓ મંદિરમાં પૂજા માટે આવતા હોય  તો તેઓએ ભારતીય પરંપરા મુજબના  કપડાં પહેરવા જોઈએ. ત્યાર બાદ જ તેમને મંદિરમાં દર્શન કરવાની છૂટ આપવામાં આવશે નહી તો તેમણે દર્શન વિના પાછા ફરવું પડશે.

પ્રમુખના જમાવ્યા પ્રમાણે ઓછા 80 ટકા શરીર ઢાંકીને મંદિરોમાં આવવા અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો કે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના મંદિરોમાં આ વ્યવસ્થા પહેલાથી જ છે. તેમણે કહ્યું, “હવે આ વ્યવસ્થા અહીં પણ લાગુ કરવામાં આવી રહી છે.