Site icon Revoi.in

આ રીતે રાખો તમારા સ્માર્ટ ફોનનું ધ્યાન, બેટરી નહી થાય ખરાબ અને લોંગ ટાઈમ ચાલશે બેટરી

Social Share

આજે સ્માર્ટફોનના એક્સેસ યૂઝ અથવા કોઇને કોઇ કારણોસર સ્માર્ટફોનની બેટરી બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અનેકવાર તો બ્લાસ્ટથી યૂઝર્સને પણ ઇજા પહોંચી હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. જો કે કેટલીક સાવઘાની બેટરીને ફઆટતા બચાવે ઠે અને બેટરી લોંગ સમય સુધી ચાર્જ રહે છે તે અલગ.

ફોનનો ઉપયોગ કરતી વખતે તે ઉતાવળમાં આપણા હાથમાંથી સરકી જતો હોય છે. તેને કારણે તેમાં અંદર રહેલી બેટરીને નુકસાન થતું હોય છે. બેટરીને જો નુકસાન થાય તો તેનાથી ગમે ત્યારે તેમાં શોટ સર્કિટ કે પછી ઓવરહીટિંગ જેવી સમસ્યા આવે છે.

ફોન ચાર્જિંગમાં રાખીને સુઇ જવાની આદત હોય છે. તેને કારણ ક્યારેક ફોન ચાર્જ થયા બાદ પણ ચાર્જિંગ ચાલુ હોવાથી બેટરી અને ચાર્જર બંને ઓવરહિટ થવાની શક્યતા વધી જાય છે. આના પગલે ક્યારેક શોટ સર્કિટ કે બ્લાસ્ટ થવાની સંભાવના રહે છે.

સ્માર્ટફોનનુ ચાર્જર ખોવાઈ જવાના કેસમાં અથવા ખરાબ થઈ જવાને કેસમાં નકલી ચાર્જરનો ઉપયોગ કરે છે. જોકે, લોકો એવું નથી જાણતા કે સસ્તા અને નકલી ચાર્જર તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે.

ફોનની બેટરી ફૂલ થઈ ગયા બાદ ફોનને ચાર્જમાંથી કાઢી લેવો જોઈએ વધારે પડતો સમય ચાર્જમાં રહેવા દેવાથઈ બેટરી લોંગ સમય ચાલતી નથઈ અને સમય કરતા પહેલા જ ખરાબ થી જાય છે.