Site icon Revoi.in

ઉત્તરાખંડમાં હવે દર વર્ષ એપ્રિલ મહિનાથી યાત્રી ટ્રાન્સપોર્ટ સેવા અને માલ-સામાન ટ્રાન્પોર્ટ સેવાનો દર વધારવામાં આવશે

Social Share

દહેરાદૂનઃ- ઉત્તરાખંડ એવું રાજ્ય છે જેની ઘાર્મિક રીત ખૂબ મહત્વતા છે, અહી દરવર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે,જો કે અહી અનેક લોકો દ્રારા ટ્રાન્સપોર્ટ સેવાનું મુલ્ય વઝારવાની માંગ કરવામાં આવી હતી આ મામલે એક પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો ત્યારે હવે આ પ્રસ્તાવને મંજૂરી મળી ચૂકી છે.

વિતેલા દિવસને શુક્રવારના રોજ ભાડા વધારવાની બાબતને લઈને સેક્રેટરી અને કમિશનરની અધ્યક્ષતામાં ટ્રાન્સપોર્ટ હેડક્વાર્ટર ખાતે એસટીએની બેઠક મળી હતી.તેમાં નિર્ણય લેવાયો છે કે  રાજ્યમાં દર વર્ષે 1 એપ્રિલે પેસેન્જર ભાડું અને નૂરમાં હવેથી વધારો કરવામાં આવશે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની બેઠકમાં આ બાબતને સંપૂર્ણ રીતે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.

આમ તો  રાજ્યમાં દર વર્ષે ભાડા અને નૂરમાં વધારો થાય છે, પરંતુ તે પ્રમાણમાં ઓછો હોય છે. તેથી, નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે 1 એપ્રિલના રોજ, મુસાફરોના ભાડા અને નૂરમાં નિશ્ચિત ટકાવારીમાં વધારો કરાશે આ સાથે જ સટીએ આ વધારાની ફોર્મ્યુલા નક્કી કરવા માટે ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે.

આ સમિમિતી આ મામ લે મહત્વvr ભૂમિકા ભજવશે,આ સાથે જ હવે આ રચાયેલી સમિતિ એક મહિનામાં તેનો અહેવાલ સુપરત  કરવાનો રહેશે જે STAની બેઠકમાં મૂકવામાં આવશે. આ હેઠળ કોમર્શિયલ વ્હીકલ ટ્રક, મિની ટ્રક, લોડર અને રોડવેઝ, ખાનગી બસ, સિટી બસ, ટેક્સી, મેક્સી, ઓટો, વિક્રમ, ઈ-રિક્ષાના નૂર ચાર્જમાં પણ નિશ્ચિત દરે વધારો કરવામાં આવશે.