Site icon Revoi.in

‘યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2022’ નેશનલ સમિટનો શુભારંભ, કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેનનું સંબોધન

Social Share

અમદાવાદઃ યંગ ઈન્ડિયા પથ બ્રેકર 2.0 2022ના નેશનલ સમિટનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગ્રે કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેન તેજસ શાહ એ ઉપસ્થિત મહેમાનોને સંબોધિત કર્યા હતા, ત્યાર બાદ કલાકાર ધવલ ખત્રી દ્રારા ગણેશજીનું પેઈન્ટિંગ કરવામાં આવ્યું સાથે જ ગણેશ સ્તૃતિ કરવામાં આવી હતી.

આ ઈવેન્ટના આરંભમાં અદિત દેસાઈએ જણાવ્યું હતું કે, ભારત વર્ષ 2030 સુધીમાં ત્રીજા નંબરની સૌથી મોટી ઈકોનોમિ બનશે, આ ઉપરાંત ભારતનું 65 ટકા યુથ 30 વર્ષની નીચેની ઉમંરનું છે, ભારતમાં હાલમાં ઘણા પડકારો છે જો કે તેને સારી રીતે પાર પાડવાના અનેક પ્રાયોસ કરવામાં આવી રહ્યા છે.

યંગ ઈન્ડિયા ગ્રુપના ચેરમેન તેજશ શાહે સભાખંડમાં બેસેલા લોકોને સંબોધિત કરીને કહ્યું હતું કે, ગુજરાત ઉપર માત્ર લક્ષ્મીજીની નહી પરંતુવ સરસ્વતી દેવીની પણ કૃપા રહેલી છે. આ સાથે જ તેમણે ગુજરાતમાં આવેલા બે શક્તિપીઠનો પણ ઉલ્લેખ કર્યો હતો,

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં અનેક ઘાર્મિક સ્થળો જેવા કે સોમનાથ અને દ્રારકા ,પાલિતાણા જેવા મંદિરો પણ આવેલા છે, દેશમાં ગુજરાત સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકાંઠો ધરાવે છે. જેના કારણે ગુજરાત વિકાસની હરણફાડ ભરી રહ્યું છે. તેમણે ગુજરાતમાં આઈઆઈએમ અને આઈઆઈટી જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

જાણીતા કલાકાર ધવલ ખત્રી કે જેઓ બન્ને હાથે દિવ્યાંગ હોવા છતા તેમણે સભાખંડમાં એક સરસ મજાનું ગણેશજીનું પેઈન્ટિંગ તૈયાર કરીને લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.