Site icon Revoi.in

શિયાળામાં તંદુરસ્ત રહેવા દરરોજ ખોરાકમાં  સામેલ કરો આ વસ્તુઓ, નહી પડો બિમારી અને એનર્જી લેવલ રહેશે જોરદાર

Social Share

શિયાળામાં આપણે સૌ કોઈ ગરમ વસ્તુઓ ખાતા હોઈએ છીએ,ખજૂર, તલ ગોળ વેગેરે રોજના ખોરાકમાં સામેલ કરીએ છીએ જો કે આજે ખાસ 5 વસ્તુઓ વિશે વાત કરીશું જેને ખાવાથઈ તમારી એનર્જી જળવાઈ રહેશે અને ભરશિયાળામાં પણ બિમાર પડવાના ચાન્સ નહી રહે તો ચાલો જાણીએ આ 5 ખોરાક સ્વાસ્થ્યના ખજાના વિશે

સુકી દ્રાક્ષ

દરરોજ સવારે ખાલી પેટેૈ 1 મુઠ્ઠી સુકી દ્રાક્ષ ખાવી જોઈએ,કાળી અને લાલ બન્ને કિસમિસ કબજિયાતમાં અક્સિર છે. પાચનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ અને એસિડિટીમાં, વજન વધારવામાં, તરત એનર્જી મેળવવામાં, એનિમિયાના ઇલાજરૂપે, હાડકાંની મજબૂતી વધારવામાં, આંખોના રક્ષણ અને એના સ્વાસ્થ્ય તથા દાંતના રક્ષણમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

ગોળ

શિયાળામાં બપોર તથા સાંજના ભોગનમાં 2 ચમચી ગોળને સામેલ કરો, ખાધા બાદ તમે ઈચ્છો તો ગોળ ખાય શકો છઓ,ગોળ શરીરમાં એનર્જી લેવલ વધારવાની સાથએ જ શરદી ખાસી અને કફથી બચાવે છે,

ખજૂર

ખજૂરને શિયાળાુ પાક ગણાય છે.,ખજૂર ન ભાવે તો તેના લાડવા કે પાક બનાવીને ખોરાકમાં સામેલ કરી શકાય. જો શિયાળા દરમિયાન 2થી 3 ખજૂર ખાવામાં આવે તો તે ટોનિકનું કામ કરે છે. તેનાથી શરીરને ગરમી મળે છે. તે કાર્બોહાઇડ્રેટસથી ભરપૂર છે અને શરીરને સ્ફૂર્તિ તથા તાકાત આપે છે. તેમાંથી શરીરને ભરપૂર આયર્ન મળતું હોવાથી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. 

બદામ

બદામમાં સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન છે. તે કેલ્શિયમથી ભરપૂર છે. તેની છાલમાં વિટામિન ‘એ’ આવેલું છે. ઉપરાંત તે વિટામિન ‘ઇ’થી ભરપૂર છે. બદામને રાત્રે પાણીમાં પલાળી સવારે લેવાથી તેમાંના વિટામિન શરીરને વધુ ફાયદો કરે છે. વળી તે સહેલાઇથી પચી જાય છે પરંતુ તેને જે પાણીમાં પલાળી હોય તે પણ પી જવું જોઇએ. દિવસ દરમિયાન તમારી એનર્જી ઓછી નહી થાય

 

અંજીર

અંજીરમાં પોટેશિયમ ભરપૂર છે અને બ્લડપ્રેશરના રોગીઓ માટે ઉપયોગી છે. તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંના દર્દીઓ માટે ઉપયોગી છે. તેમાં શરીરને ઉપયોગી આયર્ન અને કાર્બોહાઈડ્રેટ્સ આવેલાં છે. અંજીરમાં ફાઇબર પણ પુષ્કળ હોવાથી કબજિયાતના રોગીને ઉપયોગી છે. જો કે અંજીર માપમાં ખાવા જોઈએ બાકી વેઈટ વધી પણ શકે છે.