Site icon Revoi.in

પશુચારો બનાવનાર તામિલાનાડૂના એક જૂથ પર ઈન્કમટેક્ષ વિભાગે કરી કાર્યવાહીઃ કરોડો રુપિયાની સંપત્તિ કરી જપ્ત

Social Share

દિલ્હીઃ- ઈન્કમટેક્ષ વિભાગ દ્રારા અવાન નવાર ગુપ્ત રીતે મળતી જાણકારી પ્રમાણે દરોડા પાડવાની ઘટના બનતી રહે છે, ત્યારે તાજેતરમાં જ ઘાસ ચારો બનાવા એક ગૃપ પર દરોડા પાડવામાં આવ્યા હતા, કહેવામાં સામાન્ય લાગતા કાર્યમાં આયકર વિભાગે કરોડોની સંપત્તિ જપ્ત કરી હતી.

વાત છે તમિલનાડુ રાજ્યની જ્યાં પશુ આહાર, મરઘાં, ખાદ્ય તેલ અને અન્ય ઉત્પાદન કરતા જૂથ પર આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે કાર્યવાહી દરમિયાન સાડા ત્રણસો કરોડ રુપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ ત્રણસો કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સાડા છસો કરોડની સંપત્તિનો ખુલાસો થયો છે.

ઉલ્લેખની છે કે 27 ઓક્ટોબરથી આવકવેરાની ટીમો તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં એકસાથે દરોડા પાડી રહી છે. દરોડામાં આઈટી વિભાગને ઘણી કડીઓ મળી હતી. આવકવેરાને કરચોરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે IT વિભાગે પ્લાનિંગ કરીને એક સાથે ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આઈટી વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે.