Site icon Revoi.in

જાણીતી ઉદ્યાગ કંપની લક્ષ પર ઈન્કમટેક્ષના દરોડા, અનેક શહેરોમાં તપાસ શરુ

Social Share

દિલ્હીઃ તાજતરમાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્રારા કરોડોના કૌંભાંડના મામલે અનેક ઉદ્યોગ કંપનીઓ પર તવાઈ બાલાવાઈ હોય તેવી ઘટનાઓ જોવા મળી છે ત્યારે હવે આ શ્રેણીમાં આયકર વિભાગે લક્ષ કંપની પર પોતાની પેની નજર રાખીને દરોડા પાડ્યા હોવાની માહિતી સામે આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે200 કરોડથી વધુની કરચોરીના આરોપમાં આવકવેરા વિભાગ લક્ષ ઇન્ડસ્ટ્રીઝ પર દરોડા પાડી રહ્યું છે. કોલકાતા સહિત અનેક શહેરોમાં કંપની સાથે સંકળાયેલ જગ્યાઓ પર તપાસ અભિયાન ચાલી રહ્યું છે. દરોડામાં ટોચના અધિકારીઓની ઓફિસો અને રહેઠાણોનો પણ સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે લક્સ એક મોટી બ્રાન્ડ છે જેનું દેશભરમાં ઘણુ મોટૂ માર્કેટ છે.લક્સ જેવી પ્રખ્યાત બ્રાન્ડની દેશની સૌથી મોટી કાપડ અને આંતરિક વસ્ત્રો બનાવતી કંપનીઓ પર એક સર્વેના અહેવાલો સામે આવ્યા છે. આ કોલકાતા સ્થિત કંપની છે. આ કંહની પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જો કે કંપની દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

જો લક્સ કંપનીના શેરની ડિમાન્ડની વાત કરીએ ,તો છેલ્લા એક વર્ષથી શેરમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સ્ટોક એક સપ્તાહમાં 4 ટકા, ત્રણ મહિનામાં 5 ટકા અને એક વર્ષમાં 20 ટકા ઘટ્યો છે. લક્સ ઇન્ડસ્ટ્રીઝ, જે અગાઉ બિશ્વનાથ હોઝિયરી મિલ્સ તરીકે જાણીતી હતી, તે એક ભારતીય અન્ડરવેર કંપની છે જેનું મુખ્ય મથક કોલકાતા, પશ્ચિમ બંગાળમાં સ્થિત છે.