Site icon Revoi.in

નૌસનેની તાકાત થશે બમણી -આજે બેડામાં સામેલ થશે ચોથી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS વેલા

Social Share

દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાને મજબૂત બનાવવા કેન્દ્રની સરકાર સતત પ્રયત્નશીલ જોવા મળે છે, ત્રણેય સેનાઓને પુરતા પ્રમાણમાં તાકાત મળી રહે તે હતુસર આત્મ નિર્ભર ભારતને પમ પ્રોત્યાહન આપવા સાથે દેશમાં જ કેટલુંક ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે નૌસેનાની તાકાતમાં ઓર વધારો થવા જઈ રહ્યો છે.

ભારતીય નૌકાદળ ચોથી સ્કોર્પિન ક્લાસ સબમરીન INS વેલાને તેના કાફલામાં સ્ટીલ્થ ફીચર સાથે કાફલામાં જોડવામાં આવશે આ કાર્યક્રમ આજે  એટલે કે ગુરુવારના રોજ મુંબઈ ખાતે  તેને સામેલ કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પહેલા 21 નવેમ્બરે નૌકાદળે તેના કાફલામાં ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર વિશાખાપટ્ટનમને પણ સામેલ કર્યું હતું. મિસાઈલ ડિસ્ટ્રોયર અને ચોથી સ્કોર્પિન સબમરીનને સામેલ કરવાથી આ ક્ષેત્રમાં નૌકાદળને મોટું પ્રોત્સાહન મળવાની આશા છે.

INS વેલાના કમાન્ડિંગ ઓફિસરે આ અવસરને આપણા બધા માટે ગર્વનો પ્રસંગ  ગણાવ્યો હતો, સબમરીનમાં બેટરી અને આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમ સ્વદેશી છે. તેથી તે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પણ પ્રોત્સાહન આપે છે.ઉલ્લેખનીય છે કે આત્મનિર્ભર ભાર અંતર્ગત અનેક ઉત્પાદન દેશમાં જ કરવામાં આવી રહ્યું છે