Site icon Revoi.in

હવે મહેમાનોને રેલવે સ્ટેશન પર મુકવા કે લેવા જવું મોઘું પડશે, પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો

Social Share

અમદાવાદઃ મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે. હવે તો રલવે સ્ટેશન પર મહેમાનોને લેવા કે મુકવા જવાનું પણ મોંઘુ બન્યું છે. રેલવેના સત્તાધિસોએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 100 ટકા વધારો કર્યો છે. પહેલા પ્લેટફોર્મ ટિકિટના 10 રૂપિયા હતા. એમાં વધારો કરીને 20 રૂપિયા કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારનો નજીકમાં છે, ખાસ કરીને લોકો પોતાના વતનમાં દિવાળીમાં જતા હોય છે. આ સમય અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના એક લાખથી વધુ લોકો રોજની અવર-જવર કરતા હોય છે. આ દરમિયાન લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. હવે રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટમાં સો ટકા જેટલો વધારો કરી દેવામાં આવે છે. જે પ્લેટફોર્મ ટિકિટના 10 રૂપિયા હતા, તેના સીધા 20 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. રેલવેના પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારા પાછળ રેલવેના સત્તાધિશોનું એવું માનવુ છે કે, રેલવે સ્ટેશન પર લોકોની સંખ્યા ઘટશે, એટલે પ્લેટફોર્મ પર ભીડ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ લોકો પોતાના પરિવાર સાથે પોતાના વતન જતા હોય છે. અન્ય રાજ્યમાંથી ગુજરાત આવેલા લોકોને પોતાના વતનમાં જવા માટે તાલાવેલી હોય છે. આ સમયે પરિવાર સાથે જતા લોકોને મૂકવા તેમના સાથી અને સંબંધીઓ પણ રેલ્વે સ્ટેશન જતા હોય છે, પરંતુ આ વખતે તેમના ખિસ્સા પર વધુ મોટો ભાર પડશે. કારણ કે રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, 15 ઓક્ટોબરથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો દર 10ની જગ્યાએ 20 કરવામાં આવશે. આમ રેલવેના પ્લેટફોર્મ પર મહેમાનોને લેવા અને મુકવા માટે જવું હવે મોંઘુ બનશે,