Site icon Revoi.in

સ્માર્ટચીપ એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરાતા RTO કચેરીઓમાં લાઈસન્સના વેઈટિંગમાં વધારો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સમાં સ્માર્ટચીપની જગ્યાએ ક્યુઆર કોડ મુકવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના લીધે સ્માર્ટચીપની એજન્સીઓનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે. આથી રાજ્યભરની આરટીઓ કચેરીઓમાં ડ્રાઈવિંગ લાયસન્સનું વેઈટિંગલિસ્ટ વધી ગયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની 36 આરટીઓ કચેરીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ પ્રિન્ટ કરતી એજન્સીનો કોન્ટ્રાક્ટ 9 સપ્ટેમ્બરે સરકારે રદ કર્યો હતો. જેના કારણે 9 સપ્ટેમ્બરની સ્થિતિએ અમદાવાદની આરટીઓમાં 10319, રાજકોટમાં 12095, સુરતમાં 10732, મહેસાણા RTOમાં 6935, સહિત તમામ જિલ્લાઓમાં ડ્રાઈવિંગ લાયસન્સ માટેનું વેઈટિંગલિસ્ટમાં વધારો થયો છે.  રાજ્યમાં સરકારે સ્માર્ટચીપ એજન્સીનો કોન્ટ્રોક્ટ રદ કરતાં રાજ્યની તમામ આરટીઓમાં છેલ્લા 12 દિવસથી લાયસન્સ પ્રિન્ટની કામગીરી બંધ છે. 9 સપ્ટેમ્બરની સ્થિતિએ રાજ્યના 1.49 લાખ અને ઉત્તર ગુજરાતની 5 આરટીઓમાં 17,381 લાયસન્સ અટવાયાં છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મુજબ  પરિવહન અને ડીજીલોકરમાં ડિજીટલ સ્વરૂપે મૂકેલું ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય છે. આ ઉપરાંત, ડ્રાઇવિંગ લાયસન્સનો ફાઇનલ ટેસ્ટ પાસ કર્યો છે, પરંતુ લાયસન્સનું સ્માર્ટકાર્ડ નથી મળ્યું તેવા વાહન ચાલકો સારથી પોર્ટલ પર જઇ પ્રિન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તેમના મોબાઇલ નંબર પર મળેલા એપ્લીકેશન એપ્રુવલ એસએમએસ લીંક પરથી ઓનલાઇન ડ્રાઇવિંગ લાયસન્સની એ-4 સાઇઝની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકે છે. આ પીડીએફ મોટર વ્હીકલ રૂલ્સ 1989 અંતર્ગત માન્ય છે.

રાજ્યમાં જે આરટીઓ કચેરીઓમાં ડ્રાઈવિંગ લાયસન્સનું વેઈટિંગ ચાલી રહ્યું છે, જેમાં અમદાવાદમાં 10319, રાજકોટ, 12095, ભાવનગર-6907, સુરત-10732,  વડોદરા- 5832, જામનગર-7377, કચ્છ-8044, તેમજ મહેસાણામાં 6935 , પાલનપુરમાં 3923, પાટણમાં 2606, હિંમતનગરમાં 2317 અને મોડાસા આરટીઓમાં 1600 લાયસન્સ પેન્ડિંગ છે. સરકાર દ્વારા ડ્રાઈનિંગ લાયસન્સનું વેઈટિંગ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.